કોરોના રોગચાળાને કારણે આ વરસે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન રદ

કોરોના રોગચાળાએ દરેક ક્ષેત્રને પોતાના સકંજામાં લીધો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અધધધ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘણી ફિલ્મો તૈયાર હોવા છતાં રિલીઝ કરી શકાઇ નથી. ઉપરાંત પરાણે ઘણી ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી.

હવે મનોરંજન ઉદ્યોગને લઇને એ વાત છે કે, આ વરસે ગોવામાં યોજનારો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)ને બે મહિના આગળ ખસકાવી દીધો છે.હવે આ ફેસ્ટિવલને જાન્યુઆરી ૧૬ થી ૨૪ તારીખ દરમિયાન ગોવામાં આયોજિત કરવામાં આવશે. જે પહેલા ૨૦ થી ૨૮ નવેમ્બર વચ્ચે  યોજાવાનો હતો.

આ વખતે આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન વર્ચ્યુઅલ અને ફિઝિકલ બન્ને રીતે કરવામાં આવશે. આયોજકોએ જણાવ્યું હતું કે, આ વખતે ફિલ્મ ફેસ્ટિવલમાં કોવિડ-૧૯ના નિયમોનું સખત રીતે પાલન કરવામાં આવશે. આ આયોજન દર વરસે  ગોવામાં યોજવામાં આવતો હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.