મુખ્યમંત્રને ઠંડુ ભોજન અને સુકાયેલી રોટલીઓ પિરસવાની બેદરકારી એક અધિકારીને ભારે પડી ગઈ છે.
મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ઠંડુ ભોજન આપવા બદલ એક ફૂડ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.તાજેતરમાં શિવરાજસિંહ ઈન્દોરના પ્રવાસે હતા.ઈન્દોરમાં તેમને ઘણી યોજનાઓનુ લોકાપર્ણ કરવાનુ હતુ.પાછા ફરતી વખતે હવામાન ખરાબ હોવાથી તેમને રોડ માર્ગે ભોપાલ પાછા ફરવુ પડે તેમ હતુ.મોડુ થતુ હોવાથી મુખ્યમંત્રીએ પોતાની કારમાં જ ભોજન રાખવાનો આદેશ આપ્યો હતો.
કલેક્ટરના નિર્દેશ પ્રમાણે ફૂડ ઈન્સ્પેક્ટરે ખાવાનુ ગાડીમાં મુકાવી દીધુ હતુ.જોકે આ દરમિયાન પ્રોટોકોલનુ પાલન થયુ નહોતુ.શિવરાજસિંહે જ્યારે ગાડીમાં ફૂડ પેકેટ ખોલ્યુ ત્યારે ભોજન સાવ ઠંડુ હતુ અને સાથે સાથે રોટલીઓ પણ સુકાઈ ગઈ હતી.એ પછી તેમણે કલેક્ટરને આ મુદ્દે ફરિયાદ કરી હતી.જેના પગલે ઈન્દોર કલેક્ટરે ફૂડ ઈન્સેપક્ટરને બેદરકારી દાખવવાના આરોપ બદલ સસ્પેન્ડ કરી નાંખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.