World Pharmacist Day 2020 : જાણો, કેમ મનાવવામાં આવે છે ફાર્માસિસ્ટ ડે?

સ્વાસ્થ્ય વિભાગમાં ફાર્માસિસ્ટની એક મહત્ત્વની ભૂમિકા હોય છે. ફાર્માસિસ્ટને કેમિસ્ટ પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય વિભાગમાં સુધારો કરવા, સ્વાસ્થ્ય સેવાઓને યોગ્ય બનાવવામાં આ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આજે એટલે કે 25 સપ્ટેમ્બરને વિશ્વભરમાં વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે મનાવવામાં આવી રહ્યું છે. તેની શરૂઆત વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન (એફઆઇપી) કોંગ્રેસ દ્વારા ઇસ્તાન્બુલમાં કરવામાં આવી હતી. ફાર્માસિસ્ટ ડે માટે 25 સપ્ટેમ્બરનો દિવસ પણ એટલે જ પસંદ કરવામાં આવ્યો છે કારણે આ જ દિવસે એફઆઇપી (FIP)ની વર્ષ 1912માં સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે એફઆઇપીના સભ્ય વિશ્વ ફાર્માસિસ્ટ દિવસમાં ભાગ લે છે. સંગઠના સભ્ય દેશમાં ફાર્માસિસ્ટની પ્રવૃત્તિઓ વિશે જાગરૂકતા ફેલાવે છે.

આ ઉપરાંત વિશ્વના દરેક ખૂણામાં સ્વાથ્ય સુવિધામાં સુધારો આવી શકે એટલા માટે પણ આ દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ફાર્માસિસ્ટ વિશ્વને તમામ લોકો માટે એક શ્રેષ્ઠ જગ્યા બનાવવા માટે પોતાના અનુભવ, જ્ઞાન અને વિશેષજ્ઞતાનો ઉપયોગ કરે છે. તેઓ લોકો સુધી દવાઓ પહોંચાડવામાં સક્ષમ હોય છે. એફઆઇપીના અધ્યક્ષનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય છે કે ફાર્માસિસ્ટનું એક એવું યોગદાન હોય જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત, પ્રભાવી, ગુણવત્તા, શ્રેષ્ઠ દવાઓ અને સ્વાસ્થ્ય ટેક્નોલોજીની સાથે-સાથે દવા સારવારની સેવાઓનો પણ લાભ લઇ શકે.

ફાર્માસિસ્ટ જનતાની સેવા માટે તત્ત્પર રહે છે. વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ખાસ વાત એ છે કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન તેની એક થીમ નક્કી કરે છે. એવામાં આ વર્ષની થીમ ‘Transforming global health’ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ એક લાખથી વધારે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે. વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે પર ફાર્મેસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (પીસીઆઇ) પણ તેમાં ભાગ લે છે. પીસીઆઇએ પણ આ અવસરે એક પોસ્ટર જાહેર કર્યુ છે. આ ઉપરાંત ફાર્મેસી કોલેજોમાં પણ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે વિશેષ રીતે મનાવવામાં આવે છે.

ફાર્માસિસ્ટ બનવા માટે કરો આ રીતે અભ્યાસ? 

ડી ફાર્મા

જો તમે ફાર્માસિસ્ટ બનવા માંગો છો તો 12માં ધોરણના અભ્યાસમાં તમારી પાસે બાયોલૉજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો વિષય હોવો જોઇએ અને 12મું ધોરણ પાસ કરતી વખતે આ ત્રણેયમાં 50 ટકાથી વધારે માર્કસ હોવા જોઇએ. આ વિદ્યાર્થીઓ ડી ફાર્મેસીના કોર્ષનો અભ્યાસ કરવા માટે રાજ્ય સરકાર તેમજ બીજા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા લેવામાં આવતી એન્ટ્રેન્સ એક્ઝામમાં પાસ થયા બાદ અભ્યાસ શરૂ થાય છે. ફાર્માસિસ્ટના કોર્ષમાં સ્ટડી અને પ્રેક્ટિકલ બંને પ્રકારના અભ્યાસ કરવાનો હોય છે.

બી ફાર્મા

ફાર્માસિસ્ટ બનવા માટેનો બીજો કોર્સ બી ફાર્મેસી પણ હોય છે જેના હેઠળ ડિગ્રી કોર્ષ કરવામાં આવે છે તેના માટે પણ ડિ ફાર્મા જેટલી યોગ્યતા હોવી જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.