સુરત: શાળાઓની ફી મુદ્દે વિરોધ કરી રહેલા NSUI ના કાર્યકર્તાઓની ધરપકડ

ચોકબજાર ખાતે NSUI દ્વારા ખાનગી શાળા કોલેજની ફી માફીની માંગ કરતાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર ફી નિર્ધારણ કરશે તેવો હુકમ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ચોક બજાર ખાતે 21 કાર્યકર્તા ઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં અઠવા પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી.

ગાંધીજીની પ્રતિમા પાસે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ અને બેનર દર્શાવી ધરણા કરવામાં આવ્યાં છે. હોઈકોર્ટે સરકારને નિર્ણય કરવા કહ્યું છે ત્યારે સરકાર ફીના મુદ્દે આંખ આડા કાન કરી રહી છે એવા આક્ષેપો સાથે તેઓએ વિરોધ કર્યો હતો. સાથે જ જો ઝડપથી આ મુદ્દાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદલોન કરવા જણાવ્યું છે. જો કે ધરણા પ્રદર્શન માટે મંજૂરી લીધા વગર કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાથી આ તમામ 21 કાર્યકર્તાઓની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.