રાહુલ ગાંધીએ મનમોહન સિંઘને તેમના જન્મદિવસે કહ્યું, તમારા જેવા વડા પ્રધાનની દેશને ખોટ સાલે છે

ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘનો આજે 94મો જન્મદિવસ છે. એ નિમિત્તે શુભેચ્છા આપવા ગયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે તમારા જેવા વડા પ્રધાનની દેશને અત્યારે ખોટ સાલે છે.

1926ના સપ્ટેંબરની 26મીએ જન્મેલા ડૉક્ટર મનમોહન સિંઘ 2004થી 2014 સુધી દેશના વડા પ્રધાન હતા. જો કે તેમની છાપ મૌની બાબા જેવી હતી. વડા પ્રધાન થયા પહેલાં તેમણે આર્થિક સુધારા આપનારા નાણાં પ્રધાનની જવાબદારી અદા કરી હતી. એ સમયે કોંગ્રેસના પી વી નરસિંહરાવ વડા પ્રધાન હતા. 1990ના દાયકામાં દેશને આર્થિક સંકટમાંથી ઊગારવા માટે તેમણે ઉદારીકરણની નીતિ અખત્યાર કરી હતી.

ડૉક્ટર મનમોહન સિંઘ પ્રખર અર્થશાસ્ત્રી છે. ઓક્સફર્ડ ચુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેમણે અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1991માં તેમણે આર્થિક સુધારા કર્યા હતા. એ સુધારાની દુનિયાભરમાં નોંધ લેવાઇ હતી. પોતાના સાદગીપૂર્ણ જીવનથી એ સદા પ્રશંસાપાત્ર રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.