સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને પોતાની આદત પ્રમાણે ભારત સામે ઝેર ઓક્યુ હતુ અને એ પછી ભારતે પણ પાકિસ્તાનના દાંત ખાટા કરી નાંખતો જવાબ આપ્યો છે.
ભારત તરફથી ડિપ્લોમેટ મિજિતો વિનિતોએ પાકિસ્તાનને ઉઘાડુ કરી નાંખતો જવાબ આપીને કહ્યુ હતુ કે, હવે પાકિસ્તાન પોતાના કબ્જા હેઠળનુ કાશ્મીર ખાલી કરવુ પડશે.ઈમરાને ભારત માટે જે વાતો કરી છે તે ખરેખર તો તેમના પોતાના દેશને લાગુ પડે છે.પાકિસ્તાન પાસે આ મંચ પર જુઠ્ઠાણા ચલાવવા સિવાય કશુ નહોતુ.
વિનિતોએ કહ્યુ હતુ કે, આતંકવાદી ઓસામા બીન લાદેનને ખુદ ઈમરાખાને પોતાની સંસદમાં શહીદનો દરજ્જો આપેલો છે.2019માં અમેરિકાની મુલાકાત દરમિયાન ઈમરાખાને સ્વીકાર્યુ હતુ કે તેમના દેશે 40000 આંતકીઓને તાલીમ આપી છે.એ પછી આ આતંકીઓને ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં.પાકિસ્તાન પોતે જ આતંકવાદની નર્સરી છે.
તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓનો સફાયો થઈ રહ્યો છે.તેમને ધર્મનુ અપમાન કરવાના નામે સજા અપાઈ રહી છે અને બળજબરથી તેમનુ ધર્મ પરિવર્તન કરાવાઈ રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.