અભિનેત્રી હાલમાં બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં બ્લેક ફ્લોરલ બિકિનીમાં જોવા મળી રહી છે.
ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી હાલના દિવસોમાં કલર્સના શો શક્તિ અસ્તિતવ કે અહસાસમાં જોવા મળી રહી છે. અભિનેત્રી હાલમાં બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની તસવીરો કામ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં બ્લેક ફ્લોરલ બિકિનીમાં જોવા મળી રહી છે.
થોડા દિવસો પહેલા કામ્યાએ પોતાના બોયફ્રેન્ડ સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં કેપ્શનમાં તેણે લખ્યું, ‘જહા તેરી યે નજર હૈ મેરી જાન મુજે ખબર હૈ’
કામ્યા અને શલભ દુબઈમાં બાળકો સાથે સમય પસાર કરી રહ્ય છે. કામ્યાની દિકરી આરા અને શલભના દિકરા ઈશાનનો જન્મદિવસ 6 અને 9 ઓક્ટોબરના હતો.
કામ્યા અને શલભની મુલાકાત આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને થોડા મહિનાઓમાં શલભે કામ્યાને પ્રપોઝ કર્યું હતું. બંને હવે આગામી વર્ષે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. લગ્ન મુંબઈમાં થશે. શલભ દિલ્હી સ્થિત હેલ્થ કેર પ્રોફેશનલ છે. કામ્યાએ પહેલા બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2013માં બંનેના ડિવોર્સ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.