પહેલી ઓક્ટોબરથી શહેરના ટોલનાકાઓ ઉપર વસૂલાતી રકમ વધશે

વાશી, મુલુંડ, એલબીએસ માર્ગ, ઐરોલી અને દહીંસર ખાતેના ટોલનાકાઓ ઉપર વસુલાતા ટોલ રેટમાં પહેલી ઓક્ટોબરથી વધારો થશે. પેસેન્જર કાર માટે હાલમાં વન-વે ૩૩ રૃપિયા ટોલ વસૂલાય છે જે પહેલી ઓક્ટોબર પછી ૪૦ થશે. અન્ય વાહનો ઉપર વસૂલાતા ટોલ રેટ પણ આશરે ૧૮ ટકા વધશે.

ફ્લાયઓવરના બાંધકામ, પુલો, સબ-વે, નવા રોડ અને હાલમાં છે એના સમારકામ અને જાળવણી માટે આ વધારો કરવામાં આવ્યો છે એ  બાબતની સ્પષ્ટતા રાજ્ય સરકારે એક નોટિફિકેશન દ્વારા કરી છે. ટોલના આ નવા દર ૨૦૨૩ની ૩૦મી સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.