અંતિમ વર્ષની ઓનલાઈન પરીક્ષાઓ માટે અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે અનેક યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન બેન્ક (પ્રશ્નસંચ) બનાવવાની મહેનતમાં લાગી પડી છે. તેવામાં ગુરુવારે સાતમું વેતન લાગુ કરવાની માગ સાથે રાજ્યની અકૃષિ વિદ્યાપીઠોના એકપણ શિક્ષકેત્તર કર્મચારીએ કામ પર હાજરી પૂરાવી નહોતી.
દરમ્યાન રાજ્યભરના નોન-ટીચિંગ કર્મચારી અને અધિકારીઓના આઠ સંગઠનોની મુખ્ય મહારાષ્ટ્ર સ્ટેટ કૉલેજ યુનિવર્સિટીસ એમ્પ્લોઈઝ એક્શન કમિટીએ પણ ગુરુવારે આંદોલનમાં ભાગ લીધો હતો અને જો તેમની માગણીઓ પૂરી ન થાય તો પહેલી ઓક્ટોબરથી તમામ સભ્યોએ કામ પર હાજરી ન આપવાની ચિમકી પણ આપી છે.
દરમ્યાન મુંબઈ સહિત રાજ્યભરની કૉલેજો પ્રશ્નસંચ તેમજ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં લાગી પડી છે. તેમાની અનેક કૉલેજોના પ્રોફેસરોનું કહેવું છે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન પદ્ધતિએ પરીક્ષા લેવી એ અનેક વિષય માટે વિદ્યાર્થી તેમજ શિક્ષકગણ બંને પક્ષે અઘરું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ ક્વેશ્ચન બેંક સમયસર તૈયાર કરવી, વિદ્યાર્થીઓને ટાઈમટેબલ પહોંચાડવા, તેમની મૂંઝવણો ઉકેલવી, તેમના ગુ્રપ નંબર વગેરે આપવા કે પરીક્ષા ફોર્મની ચકાસણી કરવી વગેરે કામમાં ખૂબ સમય વેડફાઈ રહ્યો હોય ઓનલાઈન પરીક્ષા લેવી એ કપરું ટાસ્ક છે અને તેમાં શિક્ષકેત્તર કર્મચારીઓની પણ જરુર પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.