સુરતમાં ડ્રગ રેકેટ: સિટીલાઇટ અને વેસુના યુવાઓ મોટા પ્રમાણમાં ડ્રગની લતમાં

સુરત (Surat): એમડી ડ્રગ્સનું (MD Drugs) ચલણ સુરતના માલેતુજાર વર્ગમાં તેની ચરમસીમાએ હોવાની વાત છે. ખાસ કરીને સુરતના વેસુ અને સિટીલાઇટ વિસ્તારમાં આ ડ્રગ્સનો નશો સીધો થતો હોવાને કારણે યુવા વર્ગ (youth) તેમની કીમતી વસ્તુઓ (expensive/precious belongings) વેચી પણ આ ડ્રગ્સ મેળવે છે.

આ ડ્રગ્સ રજની ગંધા (Rajni Gandha) કે પછી અન્ય મસાલા સાથે લેવામાં આવે છે. આ ઉપરાંત નાકવાટે અને સિરીન્જ વાટે આ ડ્રગ્સ લેવામાં આવે છે. આ ડ્રગ્સનો નશો છ કલાક સુધી અંદાજે રહેતો હોય છે. આ નશો એટલો કાતિલ હોય છે કે એક વખત લીધા પછી ભાગ્યે જ આ નશાની લતથી કોઇ બચી શકે છે. આ ડ્રગ્સ જે રીતે સુરત શહેરમાં મળી રહ્યું છે તે જોતાં ડીસીબી (Detection Of Crime Branch-DCB) અને એસઓજી (SOG)ના વજૂદ સામે પ્રશ્નાર્થ છે. આ નશો સમાજને બરબાદ કરી રહ્યો છે. પરંતુ કમિ. અજય તોમરના આગમન પછી આ મામલે પોલીસ સક્રિય થઇ છે તે હકીકત છે.

સુરતમાં રોજનું એક કિલો એમડી ડ્રગ્સ વેચાતું હોવાની શંકા છે. તેમાં પણ મુંબઇ (Mumbai) અને ઓરિસ્સા (Odisa)થી આ માલ આવે છે. આ માલ એટલો સિફ્તાઇથી લાવવામાં આવે છે કે પોલીસ પકડે તો પણ પૂરવાર કરવું અઘરું છે. આ માલ સુરતમાં વેચવામાં આવે છે તેમાં પચાસ ગ્રામ કરતાં વધારે માલ જે-તે ઇસમો રાખતા નથી. તેથી કાયદા પ્રમાણે જો વેચાણ કરતો કોઇ શખ્સ ઝડપાય તો તેની પાસે 50 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ હોવું જરૂરી છે. પરંતુ આ વેચાણ કરતા ઇસમો પચાસ ગ્રામ કરતાં ઓછું ડ્રગ્સ રાખે છે. આથી આ મામલે પોલીસના કાયદાકીય શસ્ત્ર નિષ્ફળ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.