UN માં કાયમી સભ્ય પદ માટે વડાપ્રધાને મોદીએ વ્યક્ત કર્યો દ્રઢ નિર્ધાર, પુછ્યું- ક્યાં સુધી ભારત રાહ જોશે

સંયુક્ત રાષ્ટ્રોનાં 75મું અધિવેશનનો શુભારંભ ન્યુયોર્કમાં સ્થિત UNGA હોલમાં એક પુર્વ રેકોર્ડેડ વિડિયો સ્ટેટમેન્ટ દ્વારા થયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીને શનિવારે સંબોધી. મોદીએ તેમના સંબોધનમાં આતંકવાદ, કોરોના રોગચાળો, સહિતનાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી.

તેમણે મહામારી બાદની પરિસ્થિતી, આત્મનિર્ભર ભારત વિઝન સહિતની સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓ અંગે માહિતી આપી, તેમણે દેશનાં 150 મિલિયન ઘરોમાં પીવાનું પાણી, 6 લાખ ગામોને બ્રોડ બેન્ડ ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાની યોજનાનો ઉલ્લેખ કર્યો.

તે ઉપરાતં વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સમસ્યાઓ જેવી કે આતંકવાદ, ઘાતક હથિયારો, ડ્રગ્સની તસ્કરી, મની લોન્ડરીંગ સામે અવાજ ઉઠાવ્યો. તેમણે વિશ્વમાં સૌથી મોટા વેક્સિંન ઉત્પાદક દેશ તરીકે ભારતની માનવજાત પ્રત્યેની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરતા તેમણે ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150થી વધુ દેશોમાં જરૂરી દવાઓ પહોચાડી હોવાનું જણાવ્યું.

પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું  કે ભારત જ્યારે કોઇની સાથે દોસ્તી નિભાવે છે ત્યારે તે કોઇ ત્રીજા દેશની વિરૂધ્ધ નથી હોતું, ભારત જ્યારે વિકાસ માટે મજબુત ભાગીદારી કરે છે તો તેની પાછળ કોઇ સાથી દેશને મજબુર કરવાનો ઇરોદા નથી હોતો, અમે અમારી વિકાસ યાત્રાથી મળેલા અનુભવો વહેંચવામાં ક્યારેય પાછળ નથી રહેતા.

જો કે મોદીનાં ભાષણની સૌથી મહત્વનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની હાલની વ્યવસ્થામાં બદલવાનો રહ્યો, તેમણે ભારતનાં સ્થાયી સભ્યપદની માંગને આજના સમયની માંગ ગણાવી. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ જ્યારે છેલ્લા 8-9 મહિનાથી કોરોના રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે ત્યારે યુએનની પ્રાસંગિક્તા પર સવાલ ઉઠાવતા કહ્યું કે મહામારીને પહોંચી વળવામાં સયુક્ત રાષ્ટ્રો  ક્યાં છે, એક અસરકારક રિસ્પોન્સ ક્યાં છે.

તેમણે કહ્યું કે ‘વિશ્વમાં એક રીતે તો ત્રીજુ વિશ્વ યુધ્ધ જેવા સંજોગો જોવા મળી રહ્યા છે. અનેક દેશોમાં ગૃહ યુધ્ધો થઇ રહ્યા છે, અસંખ્ય આતંકી હુમલાઓથી ખુનની નદીઓ વહી રહી છે, આ ગૃહ યુધ્ધો અને આતંકી હુમલાનો ભોગ બનેલા આપણા જેવા માણસો જ છે, લાખો બાળકો જે સમગ્ર દુનિયા પર છવાઇ જવા માંગતા હતા તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

તે સમયે અને આજે પણ સંયુક્ત રાષ્ટ્રનાં પ્રયત્નો શું પુરતા હતાં?’ તેમણે પોતાના ભાષણનું સમાપન કરતા  કહ્યું કે આજે સમગ્ર વિશ્વ અલગ જ દોરથી પસાર થઇ રહ્યું છે, અને સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે, આજે ગંભીર આત્મમંથનની જરૂર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.