કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરતા કહ્યું છે કે, ખેડુતો પર સતત આક્રમણ થઈ રહ્યું છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, પહેલા નોટબંધી, તે બાદ જીએસટી અને પછી કોરોનાના સમયમાં ખેડુતોને એક પણ રૂપિયો આપ્યો નહી. તમને મારવાની કોશિશ થઈ રહી છે અને તમને ગુલામ બનાવવામાં આવી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ પોતાના વીડિયો મેસેજમાં કહ્યું કે, દેશના ખેડુતોને મારા નમસ્કાર. તમારા પર આક્રમણ શરૂ છે. સૌથી પહેલા નોટબંધી, તે બાદ જીએસટી અને પછી કોરોનાના સમયમાં તમને એક રૂપિયો આપવામાં આવ્યો નહી, તમને મારવાની કોશિશ થઈ રહી છે. તમને ગુલામ બનાવવામાં આવી રહ્યાં છે. કોર્પોરેટ્સના ગુલામ બનાવવામાં આવી રહ્યાં છે અને હવે આ ત્રણ ભયંકર કાનુન. તમને ખતમ કરતો કાનુન, તમારા પગ પર કુહાડી મારતો કાનુન, અમે તમારી સાથે ઉભા છીએ અને આ કાયદાને આપણે રોકીશું, મળીને રોકીશું.
વધુમાં તેમણે કહ્યું કે, સરકારને હું કહેવા માંગું છું કે આ તમે ખુબ મોટી ભૂલ કરી છે. જો ખેડુતો માર્ગો પર ઉતરી આવ્યા તો ખુબ જબરદસ્ત નુંકસાન થવાનું છે. આ કાનુન પરત લો, સમય બગાડો નહી. આ કાયદાને પરત ખેંચી લઈ અને ખેડુતોને MSPની ગેરંટી આપો.
ઉલ્લેખનિય છે કે, સંસદમાં પસાર કરવામાં આવેલા બીલોને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ગઈકાલે ખેડુત સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું. આ દરમિયાન દેશના ઘણાં ભાગોમાં આ બીલને વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. ઘણી જગ્યાએ ખેડુતોએ રેલ રોકો આંદોલન પણ કર્યું. ખેડુતોના વિરોધ પ્રદર્શનને વિપક્ષી દળોનો પણ સાથ મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.