ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકાર નવરાત્રી મહોત્સવનું આયોજન નહી કરે

કોરોનાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા આયોજીત થતાં નવરાત્રી મહોત્સનું આયોજનને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.  આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રીનું આયોજન નહી કરે.

આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાના યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, દર વર્ષે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમે છે પરંતુ આ વખતે કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકારે નવરાત્રી નહી યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.