વિશ્વ આરોગ્ય સંસ્થા- હૂના ઇમરજન્સી ડાયરેકટર માઇરલ રયાને કોરોના મહામારીને કારણે દસ લાખ લોકોના મોત થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કાબૂમાં લેવા વિશ્વ સ્તરે વિવિધ દેશો દ્વારા અવિરત સહિયારાં પગલાં લેવામાં નહીં આવે તો મરણનો આંક બમણો થઇને વીસ લાખે પહોંચવાની પુરેપુરી શક્યતા છે.
વરચ્યુઅલ પત્રકાર પરિષદમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મહામારીમાં બે મિલિયન લોકો મરી જાય તે બાબત વિચારી ન શકાય તેવી છે ત્યારે રયાને જણાવ્યું હતું કે આપણે મરણાંક ત્યાં ન પહોંચે તે માટે સામૂહિક રીતે જરૂરી પગલાં ભરવા માટે તૈયાર છીએ ખરાં. જો આપણે આ પગલાંઓ નહીં ભરીએ તો હા, મરણાંક તેનાથી પણ આગળ વધી શકે છે.
આપણે બધાં જો કોરોના મહામારીને નાથવા સહિયારા પગલાં નહીં ભરીએ તો તમે જે આંકડાઓની વાત કરો છો તે કમનસીબે વાસ્તવિકતા બની શકે છે. જો નવ મહિનામાં આપણે દસ લાખ લોકોને ગુમાવ્યા છે અને રસીઓ બનીને આવતાં જો બીજા નવ મહિના લાગે તો આ વાસ્તવિકતાનો આપણે સામનો કરવો પડશે. રસી વિકસાવવાના કામમાં સામેલ તમામ લોકો માટે આ મોટું કામ છે.
દરમ્યાન ચીનમાં શાંગડોંગ પ્રાંતના કિંગડાઉ બંદરે બે ગોદી કામદારો કોરોના પોઝિટિવ મળી આવતાં ચેપી આયાત કોરોના મહામારી પ્રસરાવતી હોવાની ચિંતા પેઠી છે. 20 ઓગસ્ટ બાદ નોંધાયેલા આ પહેલાં બે કેસો છે જેમાં દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાતા નથી.
વાઇરસ ફ્રોઝન આયાતી સી ફૂડ અને મીટમાં તથા તેના કન્ટેઇનરમાં હોવાથી આયાતી ખાદ્ય પદાર્થો ચેપી હોવાની ચિંતા ઘેરી બની છે. આ બે કામદારો ફ્રોઝન સી ફૂડને જહાજમાંથી ઉતારવાનું કામ કરતાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.