દેશમાં 1.48 કરોડ બાળકો અને ટીનએજર્સ નશાના રવાડે ચઢી ચુક્યા છે

બાળકોમાં વધી રહેલુ નશાનુ દુષણ ભારત માટે ગંભીર સમસ્યા બની રહ્યુ છે.ભારત સરકારના એક સર્વેમાં આ બાબતને લઈને ભારે ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.

આ સર્વેમાં બહાર આવ્યુ છે કે 10 થી 17 વર્ષના 1.48 કરોડ બાળકો તેમજ ટીનએજર્સ અફીણ, કોકેન, ભાંગ સહિતના નશીલા પદાર્શોનુ સેવન કરી રહ્યા છે.સામાજિક  ન્યાય મંત્રાલયે 2018માં આખા દેશમાં આ સર્વે કર્યો હતો.લોકસભામાં આ સર્વેના તારણ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

જે પ્રમાણે 10 થઈ 17 વર્ષના બાળકો અને ટીનએજર્સમાં સૌથી વધારે દુષણ દારુનુ છે.દેશમાં આ એજ ગ્રૂપના લગભગ 30 લાખ બાળકો અને કિશોરો દારુ પીએ છે.જ્યારે 18 થી 75 વર્ષના એજગ્રૂપમાં દારુ પીનારાની સંખ્યા 15 કરોડ જેટલી છે.10 થી 17 વર્ષના બાળકો અને કિશોરમાં 40 લાખ એવા છે જે અફિણનુ અને 20 લાખ ભાંગનુ સેવન કરે છે.50 લાખ બાળકો સુંઘી શકાય અથવા કશ મારી શકાય તેવા માદક પદાર્થોનુ સેવન કરી રહ્યા છે.

ડોક્ટરોનુ કહેવુ છે કે, આ આદતો ટીનએજર્સની શારીરિક અને માનસિક વિકાસ પર અવળી અસર કરી રહી છે.ટીનએજર્સ નશાના પ્રભાવ હેઠળ આક્રમક બની રહ્યા છે.ઘરમાં કોઈને કોઈ જ્યારે નશો કરતુ હોય તો તે કિશોરોને પણ નશો કરવા માટે પ્રેરે છે.ક્યારેક માનસિક તનાવ હેઠળ આવીને પણ લોકો નશાનો સહારો લેતા હોય છે.માતા પિતાને પણ બાળકો માટે સમય નથી હોતો તેવા સંજોગોમાં ઉપેક્ષાના કારણે પણ કિશોરો નશાના રવાડે ચઢી જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.