રાજસ્થાનમાં શિક્ષક ભરતીમાં બિનઅનામત સીટ ઉપર એસટી ઉમેદવારોની નિમણૂંકને લઇને સતત ચોથે દિવસે હિંસક પ્રદર્શન શરુ છે. પ્રદર્શનકારીઓએ ઉદયપુરના ખેરવાડાના પહાડો ઉપર કબ્જો કરી લીધો છે. ખેરવાડામાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રદર્શનકારીઓએ જાહેર સંપતિઓને નુકસાન પહોંચાડ્યું છે અને આગજની પણ કરી છે. રાજસ્થાન પોલીસ સ્થિતિને નિયંત્રણ કરવાના સતત પ્રયત્ન કરી રહી છે. આ બધા વચ્ચે રાજસ્થાન સરકારે કેન્દ્ર સરકાર પાસેથી રેપિડ એક્શન ફોર્સની માંગ કરી છે. તો બીજી તરફ અધિકારીઓ આદિવાસીઓ સાથે બેઠક કરી રહ્યા છે.
ગુરુવારે શિક્ષકોની ભરતી પરીક્ષા 2018ના ઉમેદવારોએ ઉદયપુર-અમદાવાદ હાઇવેને જામ કર્યો હતો. પોલિસ ઉપર પથ્થરો ફેંક્યા, સપંતિઓને પણ નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ આ વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ કરી છે. ડૂંગરપુર જિલ્લામાં સ્થિતિ અત્યારે પણ તણાવપૂર્ણ છે. અત્યાર સુધીમાં પ્રદર્શનકારીઓએ અનેક હોટેલોમાં આગ લગાવી છે અને દુકાનોમાં લૂટફાટ પણ કરી છે.
અત્યાર સુધીમાં પોલીસે 3300 લોકો સામે ફરિયાદ નોંધી છે. સંપતિની તોડફોડ, આગજની, હાઇવે ચક્કાજામ વગેરે આરોપ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે 34 લોકોની ધરપકડ કરી છે. માત્ર બે દિવસની અંદર જ પ્રદર્શનકારીઓએ કરોડોની સંપતિને નુકસાન પહોંચાડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.