જમ્મુ કાશ્મીર સતત સુરક્ષાદળો દ્વારા આતંકીઓની સાફસૂફીનુ જે અભિયાન ચલાવાઈ રહ્યુ છે તેની અસર પણ જોવા મળી રહી છે.
ઓપરેશન ઓલઆઉટના કારણે કાશ્મીર ખીણમાં આતંકીઓની સંખ્યા ઘટી રહી છે.હવે કાશ્મીરમાં 170 થી 200 જેટલા જ આતંકીઓ બચ્યા હોવાનુ અનુમાન છે.આ પૈકીના 40 પાકિસ્તાનના છે.હાલમાં સક્રિય આતંકીઓમાં સૌથી વધારે હિઝબુલ અને લશ્કરના આતંકીઓ છે.જૈશ એ મહોમ્મદના આતંકીઓની સંખ્યા સતત ઘટી રહી છે.કારણકે પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી લગભગ રોકાઈ ગઈ છે.જેના કારણે ટ્રેનિંગ લઈને બેઠેલા આતંકીઓ કાશ્મીરમાં ઘૂસી શકવામાં સફળ થઈ રહ્યા નથી.
જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોના ઓપરેશનને હવે સ્થાનિક લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે તે મોટી વાત છે.જેના કારણે આતંકવાદીઓની બાતમી સુરક્ષાદળો અને પોલીસ સુધી પહોંચી જાય છે.આ સિવાય સ્થાનિક યુવાઓને આતંકવાદના રસ્તે જતા રોકવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે.
આ વર્ષે અત્યાર સુ ધીમાં 160 આતંકીઓ માર્યા ગયા છે.જેમાં સૌથી વધારે નુકસાન લશ્કરે તોયબા અને હિઝબુલને થયુ છે.તેના 100 આતંકીઓનો ખાતમો બોલી ચુક્યો છે.હાલમાં દક્ષિણ કાશમીર આતંકવાદથી સૈૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે.સેન્ટ્રલ કાશ્મીરમાં બહુ ઓછા આતંકીઓ રહી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.