મોરબી/વાકાનેર: મિત્રો દ્વારા ગ્રુપ સેક્સ માટે બ્લેકમેલ કરાતા મોરબીની ધો. 12ની વિદ્યાર્થિનીએ અગ્નિસ્નાન કરી લીધું હોવાનો કરૂણ કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે.
એક રિપોર્ટ મુજબ મોરબી જિલ્લાની વાંકાનેર ગર્લ્સ હાઇસ્કૂલમાં ધો. 12માં ભણતી 20 વર્ષની વિદ્યાર્થિનીએ ગુરૂવારે સવારે પોતાના ઘરમાં પોતાને આગ ચાંપી આપઘાત કરી લીધો હતો. તેના મિત્રોમાંથી જિતેન્દ્ર મકવાણા નામના મિત્રએ બળજબરીથી તેનો કિસ કરતો વીડિયો ઉતારી લીધો હતો. તે વીડિયોને આધારે રાહુલ વોરા, અખિલ પરમાર અને ગૌરી ઊભાડિયા મળીને તેને ગ્રુપ સેક્સ કરવા માટે વારંવાર બ્લેકમેઇલ કરતા હતા.
તેના પિતા રાજમિસ્ત્રી છે અને માતા ફેક્ટરીમાં નોકરી કરે છે. જ્યારે તેઓ કામ પર ગયા હતા ત્યારે સવારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. તેને તરત હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી પરંતુ સાંજે તેનું મોત નીપજ્યું હતું. સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે જિતેન્દ્રએ વીડિયો બનાવ્યા પછી આ બધા લોકો તેને ગ્રુપ સેક્સ કરવા માટે બ્લેકમેલ કરતા હતા. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે જિતેન્દ્ર અને ગૌરીની ધરપકડ કરી છે. બીજા આરોપીએને પોલીસ શોધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.