દેશમાં રેલ મુસાફરી વધારે મોંઘી થવાની છે. સરકાર જલ્દી જ યૂઝર ડેવલપમેન્ટ ફી(UDF)માં વધારો કરવા જઈ રહી છે. આ વધારાને આગામી મહિને કેબિનેટમાં મંજુરી મળી શકે છે.
સુત્રો પ્રમાણે હવે યૂઝર ડેવલપમેન્ટ ફી 10 રૂપિયાથી લઈને 35 રૂપિયા થઈ શકે છે. જુદી-જુદી શ્રેણી પર જુદી-જુદી યૂઝર ફી લાગૂ થશે. આ UDF પ્રાઈવેટ સ્ટેશનથી મુસાફરી કરવા પર જ લાગશે.
સુત્રોનું કહેવું છે કે, UDF પાંચ શ્રેણીમાં લાગુ થઈ શકે છે. AC 1 પર 35-40 રૂપિયા, AC 2 પર 30 રૂપિયા, AC 3 પર 25-30 રૂપિયા અને સ્લીપર પર 10 રૂપિયાનો ચાર્જ લાગશે.
ઉલ્લેખનિય છે કે, દેશના મોટા સ્ટેશનોને આધુનિક અને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પીપીપી મોડલ પર સરકાર કામ કરે છે. જે હેઠળ સ્ટેશન રી-ડેવલપમેન્ટ હેઠળ સ્ટેશનોને પ્રાઈવેટ પ્લેયરને સોંપવામાં આવશે. જ્યાં તે બાદ તે સ્ટેશનો રી-ડેવલપ કરી આધુનિક અને તમામ મુસાફર સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. તેના બદલામાં રેલવે પ્રાઈવેટ પ્લેયરને કમાણીનો નવા-નવા માર્ગ આપે છે. જેમાં યૂઝર ડેવલપમેન્ટ ફી પણ સામેલ છે.
સરકારે નવી દિલ્હી, મુંબઈ સીએસટી, જયપુર, નાગપુર, અમદાવાદ, હબીબગંજ, ચેન્નઈ, અમૃતસર જેવા અનેક સ્ટેશનો આ યાદીમાં સામેલ કર્યાં છે. એવામાં જો તમે આ રેલવે સ્ટેશનોથી મુસાફરી કરવા જશો તો તમારે આ UDF ચૂકવવું પડશે. સરકારે ગત વર્ષે 6 નવેમ્બરે પ્રાઈવેટ સ્ટેશનો માટે RFQ મંગાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.