સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યા હતા. મુંબઈ પોલીસ, બિહાર પોલીસ બાદ હવે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.
CBIને આ કેસની તપાસ કરતા લગભગ મહિનો થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી મોતનું કારણ જાણી શકાયુ નથી. આ વાતને લઈને સુશાંતના પરિવાર અને તેમના સપોર્ટર નિરાશ છે. સમર્થકોનું કહેવુ છે કે સુશાંત કેસનો મુદ્દો ભટકી ગયો છે તેમને હવે આ કેસમાં કોઈ અપડેટ મળી રહ્યા નથી.
તેથી 2 ઓક્ટોબરથી સુશાંતના સમર્થક 3 દિવસ માટે ભૂખ હડતાળ કરશે, કેમ કે તેઓ ઈચ્છે છે કે અભિનેતાને ન્યાય મળે જલ્દીથી જલ્દી રિપોર્ટ સામે આવે. સમર્થકનું કહેવુ છે કે અત્યાર સુધી માત્ર તપાસ ચાલી રહી છે પરંતુ કોઈ પરિણામ નથી. જે સ્પૉટ પર હાજર હતા તેમને થર્ડ ડિગ્રી અથવા લાઈ ડિટેક્ટર ટેસ્ટ કેમ કરવામાં આવી રહ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.