દુબઇમાં કોરોનાનાં કેસ વધતા, નાઇટલાઇફ પર નવા પ્રતિબંધોની ઘોષણા

કોરોના વાયરસનાં વધતા કેસ અને કોરોનાની બીજી લહેરની આંશંકાનાં પગલે રાત્રે બાર અને રેસ્ટોરન્ટ સેવાઓ પર નવા પ્રતિબંધો લગાવવાની ઘોષણા કરવામાં આવી છે.

દુબઇ પર્યટન અધિકારીઓએ તમામ બાર અને રેસ્ટોરન્ટને મોડી રાત્રે 1 વાગ્યે તમામ પ્રકારની સેવાઓ બંધ કરવાનો હુકમ આપ્યો છે, ત્યાં હોટેલો પર મોડી રાત્રે 3 વાગ્યા બાદથી ડિલીવરી અને રૂમ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

અધિકારીઓએ ભોજન અને શરાબ પિવાની સેવાઓ આપનારા તમામ વેપારીઓને વાયરસને નિયંત્રિત કરનારા પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે, તેનું ઉલ્લંઘન કરનારા પર સખત કાર્યવાહી અને ભારે દંડનો સામનો કરવો પડશે, દુબઇમાં જુલાઇમાં બાર અને રેસ્ટોરન્ટ બીજી વખત ખોલવામાં આવ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.