અર્થવ્યવસ્થાની દ્રષ્ટીએ જોઈએ તો ઓક્ટોમ્બપ મહિનો કેન્દ્રની મોદી સરકાર માટે ખૂબ નિરાશા લઈને આવ્યો છે. આ મહિનામાં અત્યાર સુધી ઘણા એવા આંકડા આવ્યા છે જે અર્થવ્યવસ્થાની ખરાબ હાલતના આંકડા દર્શાવી રહ્યા છે. આવી હાલતમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના પડકારો વધી ગયા છે. તમને જણાવીએ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા આ 8 તાજા આંકડાઓ વિશે…
7 વર્ષના ખરાબ દોરમાં ઓદ્યોગિક ઉત્પાદન
ઔદ્યોગિક ઉત્પાદનના તાજા આંકડા પણ જણાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 1.1 ટકા ઘટી ગયું. આ ઔદ્યોગિક ઉત્પાદન માર્ચ પર પાછલા 7 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ત્યાં જ બે વર્ષમાં આ પહેલી વખત છે જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન નકારાત્મક સીમામાં આવ્યું છે. આંકડાઓ અનુસાર મેન્યુફેક્ચરિંગ, વિજળી અને ખનન ક્ષેત્રના ખરાબ પ્રદર્શનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
નરેન્દ્ર મોદી સરકારની તમામ કોશિશ છતાં ઓટો ઈન્ડસ્ટ્રીની મંદી યથાવત છે. હકીકતે વાહન નિર્માતાઓના સંગઠન સિયામે જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં કારોનું વેચાણ એક વખત ફરી ઘટ્યું છે. સિયામ આંકડાઓ અનુસાર પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ 23.69 ટકા ઘટી ગયું છે.
ત્યાં જ કોમર્શિયલ વ્હીકલ્સના વેચાણ 62.11 ટકા ઓછું થયું છે. આ સતત 10મો મહિનો છે જ્યારે ઓટો ઈન્ડસ્ટ્રી પરાસ્તજોવા મળી રહી છે. મુખ્ય વાત એ છે કે ફેસ્ટિવ સીઝનમાં પણ આ સુસ્તી જોવા મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફેસ્ટિવલના અવસર પર લોકો કારોની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.