વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘણુ ઝડપથી વધી રહ્યું છે. આ મહામારીથી અત્યાર સુધી લગભગ 9.93 લાખથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. કોરોનાના વધતા સંક્રમણ પર ઘણા પ્રયાસો છતાં થમવાનું નામ જ નથી લઇ રહ્યું એવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોના વાયરસથી થતી મૃત્યુઓની સંખ્યા 20 લાખ સુધી પણ જઇ શકે છે. આ દરમિયાન અમેરિકાના બોસ્ટન યૂનિવર્સિટીમાં કરવામાં આવેલ એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના જે દર્દીઓમાં પર્યાપ્ત પ્રમાણમાં વિટામિન ડી હોય છે, તેમનું મોતનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે.
બોસ્ટન યૂનિવર્સિટીના શોધકર્તાઓએ જાણ્યું છે કે જે લોકોમાં વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હોય છે તેમને કોરોના વાયરસનું સંક્રમણ થવા પર મોતનું જોખમ 52 ટકા સુધી ઘટી જાય છે. શોધકર્તાઓનું કહેવું છે કે વિટામિન ડી ધરાવતાં દર્દી કોરોનાથી જલ્દી ઠીક થઇ જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, વિટામિન ડી આપણા શરીરના ઇમ્યૂન સિસ્ટમમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
વૈજ્ઞાનિકોએ શોધમાં જણાવ્યું છે કે શરીરમાં વિટામિન ડીની પર્યાપ્ત માત્રા રહેવાથી ગંભીર રીતે બીમાર પડવાનું જોખમ પણ 13 ટકા સુધી ઓછું થઇ જાય છે. ત્યારે વિટામિન ડીનું પૂરતું પ્રમાણ ધરાવતા દર્દીઓ વેન્ટિલેટર પર રાખવાની જરૂરત પણ 46 ટકા સુધી ઘટી જાય છે.
મહામારીની શરૂઆતથી જ આ વાત જણાવવામાં આવી રહી છે કે કોરોનાથી બચવા માટે આપણી ઇમ્યૂનિટી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. ઇમ્યૂનિટી મજબૂત બનાવવામાં વિટામિન ડીની મહત્ત્વની ભૂમિકા છે. એવામાં કોરોના મહામારીથી લડવામાં વિટામિન ડી ઘણો અસરકારક ઉપાય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સરેરાશ 42 ટકા લોકોમાં વિટામિન ડીની ઊણપ હોય છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે વડીલોમાં પણ વિટામિન ડીની ઉણપ હોય છે. આ જ કારણ છે કે કોરોના થયા બાદ વૃદ્ધ લોકોની મૃત્યુ થવાની શક્યતાઓ યુવાનોની સરખામણીમાં વધારે હોય છે.
સૂરજની રોશની વિટામિન ડીનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. એટલા માટે ડૉક્ટર પણ ખાસકરીને ઠંડા વાતાવરણમાં વહેલી સવારના તડકામાં રહેવાની સલાહ આપતાં હોય છે. બીજી ઋતુમાં પણ સવારના તડકામાં વૉક કરી શકાય છે. કોરોના કાળમાં વિટામિન ડીની દવા લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ ડૉક્ટરની સલાહ વગર કોઇ પણ દવાનું સેવન ન કરવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.