બોલીવુડની પીઢ ગાયિકા લતા મંગેશકરે 91મો જન્મદિવસ ઊજવ્યો, વડાપ્રધાને શુભેચ્છા પાઠવી

પીઢ ગાયિકા લતા મંગેશકર ૨૮મી સપ્ટેમ્બરના ૯૧મા વર્ષના થયા. તેવામાં તેમને વડા પ્રધાન મોદીએ ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સાથેસાથે સોશિયલ મીડિયા પર પણ ટ્વીટ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આદરણીય લતા દીદી સાથે મેં વાત કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી છે. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબી આયુ માટે હું પ્રાર્થના કરું છું. લતા દીદીનું નામ ઘર ઘરમાં જાણીતું છે. હું સ્વયંને ભાગ્યશાળી માનું છું કે મને તેમનો પ્રેમ અને આશીર્વાદ મળ્યો.

લતાજીનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯માં મધ્યપ્રદેશના ઇંદોરમાં થયો હતો. તેને ગાયકીના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન માટે ભારત રત્ન,પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અન ેદાદાસાહેબ જેવા સમ્માનિત પુરસ્કાર મળ્યા છે.

કોકિલકંઠી ઘણા સંઘર્ષ પછી આજે આ સ્થાને પહોંચ્યા છે. તેઓ ફક્ત ૧૩ વરસના હતા ત્યારે તેમના પિતાને હૃદય રોગનો હુમલો આવતાં અવસાન નીપજ્યું હતું. આ પછી તેમના સ્વર્ગસ્થ પિતાના ખાસ મિત્ર માસ્ટર વિનાયકે તેમને ગાયકીમાં કારકિર્દી કરવામાં મદદ કરી.

પિતાના અવસાન પછી લતાજીના શિર પર પરિવારની સંપૂર્ણ જવાબદારી આવી ગઇ હતી.એક વખત એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘરના દરેક વ્યક્તિની જવાબદારી મારા પર હતી. તેવામાં મને લગ્નનો વિચાર આવતો તો પણ હું તેને અમલમાં મુકી શકું એમ નહોતી. બહુ નાની વયથી જ મેં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મારા નાના ભાઇ-બહેનોની કારકિર્દી બનાવામાં મારું જીવન વીત ીગયું. તેમના લગ્ન પણ થઇ ગયા અને તેમને ત્યાં બાળકો પણ થઇ ગયા. પરિવાર સંભાળવામાં ક્યાં સમય વીતી ગયો તેની ખબર જ નપડી.

લતાજીએ કારકિર્દી દરમિયાન કિશોર કુમાર સાથે અનેક ગીતો હાયા છે. રફી સાહેબ સાથે તેમને રોયલ્ટીના મુદ્દે ઊગ્ર વિવાદ થયો હતોએ પછી બન્ને સાથે ગાવાનો ઇનકાર કરતા. આ ઝઘડો ત્રણ વરસ ચાલ્યો હતો.

૧૯૪૨માં લતાજીએ એક મરાઠી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.