ખેડુતોની આવક બમણી કરવાના વાયદા કરનાર મોદી સરકાર પાસે જ ખેડૂતોની આવકની માહિતી નથી

મોદી સરકાર ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની વાત કરે છે પણ ચોંકાવનારી વાત એ છે કે, દેશમાં ખેડૂતોની સરેરાશ આવક કેટલી છે તેનો આંકડો જ મોદી સરકાર પાસે નથી. મોદી સરકાર સત્તામાં આવી પછી 2015-16ના વર્ષ સુધીના ખેડૂતોના સરેરાશ આવકના ડેટા છે પણ એ પછી આવકના આંકડા જ નથી.

આ મુદ્દે લોકસભામાં સવાલ પૂછાયો ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગૂંચવાઈ ગયા હતા. તેમની પાસે હરિયાણાના આંકડા જ ઉપલબ્ધ હતા. જો કે સૂત્રોનું કહેવું છે કે તેમા પણ ગોટાળો તો છે જ. હરિયાણામાં બહુમતી ખેડૂતો છે તેથી માથાદીઠ આવકને જ ખેડૂતોની સરેરાશ આવકમાં ખપાવી દેવાઈ છે. બાકી સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા છે જ નહીં.

મોદી શાસનમાં ખેતીની આવક બગડી છે એવું સરકારી આંકડા કહે છે. 2014માં દેશના જીડીપીમાં ખેતીનું યોગદાન 18.2 ટકા હતું તે ઘટીને 16.5 ટકા થઈ ગયો છે અને વિકાસ દર પણ 6.3 ટકાથી ઘટીને 2.8 ટકા થઈ ગયો છે.

દેશમાં ખેડુતોની સરેરાશ આવક કેટલી છે તેનો કોઇ નવો ડેટા સરકાર પાસે નથી. તેના કારણે ખેડુતોની આવક સંબંધી ડેટા 2015-16થી આવવાનો બંધ થઇ ગયો છે.

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2015-16 બાદથી દેશમાં ખેડુતોની સરેરાશ આવકને લઇને ડેટા આવવાનો બંધ થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં એટલું જણાવ્યું હતું કે હરિયાણાના ખેડુતોની આવક સૌથી વધારે છે. તેમની એક મહિનાની આવક 14,434 રૂપિયા છે. જોકે, તેનો સ્ત્રોત જણાવ્યો નહતો.

ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં કૃષિ સાથે જોડાયેલા ત્રણ મહત્વના બિલ સંસદમાં પસાર કરાવી લીધા છે, જેનો દેશભરમાં ખેડુતોમાં મોટાપાયે વિરોધ કરી રહ્યાં છે.

સરકાર આ બીલને લઇને એવો દાવો કરી રહીં છે કે તેનીથી ખેડુતોની આવકને વધાશે, જ્યારે ખેડુતે આ બીલને તેમના માટે નુકસાનકારક સાબિત થશે એવો દાવો કરી રહ્યાં છે. ખેડુતોનો આરોપ છે કે આ બિલને પગલે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે APMC અને સરકારી ખરીદીની વ્યવસ્થા બંધ થઈ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.