અન્ય રાજ્યથી આવેલા લોકોના ઘર અલાયદા રાખવા પીળા સ્ટીકર લગાવાશે

સુરતના જિલ્લા બહાર કે રાજ્ય બહારથી જે લોકો આવી રહ્યાં છે તેઓને ઓળખી કાઢવા માટે મ્યુનિ. તંત્ર હવે સ્થાનિકોની મદદ લઈ રહ્યું છે. પોતાની આસપાસ બહારથી આવતાં લોકોની ઓળખ કરીને તેમના ઘરની ઓળખ થાય તે માટે પીળા કલરના સ્ટીકર લગાવવમાં આવશે. આ ઉપરાત બહારથી આવતાં લોકોને ફરજ્યાત સાત દિવસ કોરોન્ટાઈન રહેવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે.

લિંબાયત અને કતારગામ ઝોનમાં સંક્રમણ વધવા પાછળનું કારણ સુરત બહારથી આવતાં લોકો હોવાનું બહાર આવ્યું છે. આ બન્ને ઝોનમાં ત્રણ હજાર કરતાં વધુ કેસ થઈ ગયાં છે. ચેક નાકા પર ચેકીગ કરતાં બહારના રાજ્યો અને જિલ્લામાંથી આવતાં લોકો પોઝીટીવ હોય તેવી સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી આવા લોકોને ફરજ્યાત સાત દિવસ કોરોન્ટાઈન રહેવા માટે આદેશ કરાયો છે.

જોકે, ગીચ વસ્તીમાં રહેતા આ લોકો કોરેન્ટાઇન રહેતા ન હોવાથી સંક્રમણ વધી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી મ્યુનિ. તંત્રએ સ્થાનિકોની મદદ લીધી છે જેમના મારફત બહારથી આવનારા લોકોની માહિતી તંત્રને મળીરહી છે. અને તેના આધારે બહારથી આવેલા લોકોના ઘર પર પીળા સ્ટીકર લગાડવાનું શરૃ કરાયું છે. આવા લોકો કોરેન્ટાઇન ભંગ કરે તો મ્યુનિ.ના હેલ્પલાઇન નંબર પર માહિતી આપી શકાય છે.

 

કતારગામ  અને લિંબાયત ઝોનમાં અન્ય રાજ્યોના લોકો વધુ આવે છે ત્યાં પોઝિટિવ કેસ મળશે તો તે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાશે. સંક્રમણ અટકાવવા માટે હાલ માઈગ્રેશનવાળા વિસ્તારમાં વધુ તકેદારી રાખવાનું શરૃ કરાયું છે. અન્ય રાજ્યોની વસ્તી હોય તેવી વસાહતોના પ્રમુખ અને હોદ્દેદારો  સાથે સ્થાનિકોની મદદ લેવાનું પણ શરૃ કરાયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.