ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની 11 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે 15 રને મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં સતત બે પરાજય બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની આ પહેલી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો સતત બે જીત બાદ પ્રથમ પરાજય છે.
રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદની જીતનો હીરો હતો અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપી શિખર ધવન,શ્રેયસ ઐયર અને ઋષભ પંતને આઉટ કર્યા, પંતે દિલ્હી માટે 28 રન બનાવ્યા હતા અને તે શ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જોની બેરસ્ટોએ 53, ડેવિડ વોર્નરે 45 અને કેન વિલિયમ્સને 41 રનનું યોગદાન આપ્યું હતું.
162 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો માત્ર બે ર બનાવી આઉટ થયો હતો.ત્યાર બાદ શિખર ધવન અને શ્રેયસ ઐયરે બાજી શંભાળી હતી. શિખર ધવને 34 અને શ્રેયસ ઐયરે 17 રન બનાવ્યા હતા. જ્યારે ઋિષભ પંતે 28 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરના અંતે 147 રન જ બનાવી શકી હતી.
આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે અબુ ધાબી ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ પોતાની ટીમમાં 1 ફેરફાર કર્યો હતો. આવેષ ખાનની જગ્યાએ અનુભવી ઇશાંત શર્માને ટીમમાં જગ્યા મળી હતી. ઇશાંત ઈજાગ્રસ્ત હોવાથી અગાઉની મેચોમાં રમ્યો નહોતો. જયારે હૈદરાબાદે પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. મોહમ્મદ નાબી અને રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેન વિલિયમ્સન અને અબ્દુલ સમદને ટીમમાં સ્થાન મળ્યું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. તેમના માટે ડેવિડ વોર્નર (45) અને જોની બેરસ્ટો (53)એ પ્રથમ વિકેટ માટે 77 રન કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેમના સિવાય કેન વિલિયમ્સને 26 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે અમિત મિશ્રા અને કગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી.
દિલ્હી કેપિટલ્સની ટીમ 11: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને ઇશાંત શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, અબ્દુલ સમાદ, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ અને ટી નટરાજન
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.