ગુરુવારનો દિવસ એટલે સાંઈબાબાનો દિવસ. આજના દિવસે ભકતો સાંઈબાબાના મંદિરે જાય છે, તેમની પૂજા કરે છે, તેમના માટે વ્રત પણ રાખે છે અને સાંઈબાબા તેમની પ્રાર્થના સાંભળતા પણ હોય છે. પરંતુ હવે ગુરુવારના રોજ એવી 6 રાશિઓ છે જેના ઉપર સાંઈબાબાની કૃપા વરસવાની છે. ચાલો જોઈએ એ 6 રાશિઓ.
1. વૃષભ રાશિ:
આ રાશિના જાતકોને મિત્રો સાથેની તોડી ગેરસમજના કારણે તકલીફ થઇ શકે છે. સંતાનો દ્વારા તમને ધન પ્રાપ્તિ થશે જેના દ્વારા તમને ખુશી મળશે. ગુરુવારની સાંજ તમારા જીવનસાથી સાથે ઘરેથી બહાર જઈને હળવાશની પળો માણી શકો છો.
2. કર્ક રાશિ:
આ રાશિના જાતકો જો લાંબા સમયથી કોઈ બીમારીમાં સપડાયેલા હશે તો તમેને હવે રાહત મળવાની છે. નાણાકીય રીતે પણ સારા દિવસો રહેવાના છે. વ્યર્થ ખર્ચ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું.બાળકોને લઈને થોડી નિરાશા રહી શકે છે.
3. કન્યા રાશિ:
આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું, ખાસ કરીને વળાંકો ઉપર. રોકાણકારોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે. જીવનસાથી સાથે યોગ્ય રીતે સમય વીતશે તમને તેના પ્રેમનો સાચો અનુભવ થશે.
4. વૃશ્ચિક રાશિ:
આ રાશિના જાતકો માટે ગુરુવારનો દિવસ માનસિક શાંતિ વાળો હશે. આજે તમે મોજ-શોખના મૂડમાં હશો. આજે તમને આર્થિક લાભ પણ થઇ શકે છે. જીવનસાથીની તબિયત બગડવાના યોગ રહેલા છે માટે તેની કાળજી લેવી.
5. મકર રાશિ:
આ રાશિના જાતકોમાં જો કોઈ હૃદય રોગથી પીડાતું હોય તો કોફી છોડવા માટેનો આ યોગ્ય સમય છે. તેનો વધારે ઉપયોગ હૃદય ઉપર બિન જરૂરી દબાણ કરશે. રોકાણમાંથી લાભના અણસાર છે. ઘરના બાકી રહેલા કામને પણ પૂર્ણ કરી શકશો.
6. મીન રાશિ:
મીન રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારી જવાબદારીઓ અને આર્થિક વહેવારોને સાવચેતી પૂર્વક પાર પાડવા. મિત્રો સાથે સાંજે મુલાકાત થવાની સંભાવના છે. કોઈની દખલથી તમારા પ્રિયપાત્ર સાથે સંબંધો બગડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.