ગીરમાં આવેલા દેવળીયા સફારી પાર્ક ખુલ્લું મુકાશે, પ્રવાસીઓ આજથી એશિયાટિક સિંહોને નિહાળી શકશે

અનલોક-5ના નિયમોની છૂટછાટ અનુસાર હવે આજથી જૂનાગઢમાં એશિયાટિક સિંહોને નિહાળી શકાશે. ઉલ્લેખનીય છે કે 17 માર્ચથી સફારી પાર્ક અને ઝૂ બંધ હતા. ત્યારે હવે સાસણગીરમાં આવેલ દેવળીયા સફારી પાર્ક ખુલ્લું મુકાશે.

આ સાથે પ્રવાસીઓ આજથી એશિયાટિક સિંહોને નિહાળી શકશે. આ સાથે આજથી જૂનાગઢનું પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય પણ ખુલલુ કરવામાં આવશે.

કોવિડ-19ને લઇને 17 માર્ચથી સફારી પાર્ક અને ઝૂ બંધ હતા. જો કે સરકારની ગાઇડલાઇનનું પ્રવાસીઓએ પાલન કરવું પડશે. જેમાં 10 વર્ષથી નાના બાળકો, 65 વર્ષથી ઉપરના વૃદ્ધને પ્રવેશ આપવામાં આવશે નહીં. જ્યારે સાસણ ગીરમાં સફારી ગાડીમાં 6 વ્યક્તિની જગ્યાએ હવે 3 પ્રવાસીને બેસાડાશે, જ્યારે બસમાં 22 લોકો બેસતા હતા તેની જગ્યાએ 11 લોકો બેસશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.