બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટર પર અંગદાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અમિતાભ બચ્ચન ઘણા લોકોના રોલ મોડલ છે ્અને બોલીવૂડના મહાનાયક તરીકે ઓળખાય છે.હાલમાં તેમણે ટ્વીટર અંગદાન કરવાનો નિર્ણય જણાવ્યો છે. જોકે તેઓ હેપટાઇટસથી પીડાઇ રહ્યા હોવાથી આ કઇ રીતે શક્ય છે તેવી આશંકા યુઝર્સે વ્યક્ત કરી છે.

અમિતાભે ટ્વીટર પર એક તસવીર સાથે શેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે. અંગદાન કરવાની સૌગંધ લઇ લીધી છે. હું આ પવિત્રતા સમાન લીલી રિવીન પહેરું છે. તેમણે આ સાથે એક તસવીર શેર કરી છે જેમાં તેમણે લીલી રિબીન પહેરી હોવાનું જોવા મળે છે.

જોકે એક યુઝરે લખ્યું છે કે, સર તમને હેપેટાઇટસ-બી છે, તો તમે કઇ રીતે તમારા અવયવોને અન્યોના  શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે આપી શકોય તમારું તો લિવર પણ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. તેમજ તમે ઇમ્યૂનો સ્પ્રેસેટ દવાઓ પર છે. હું તમારી જરૂરિયતાને અંગદાન કરવાની ઇચ્છાને માન આપું છું પરંતુ મને લાગે છે કે તમે મેડકલિ અઁગદાન માટે યોગ્ય ડોનર ન બની શકો. ધન્યવાદ.

જ્યારે અન્ય એક યુઝરે અમિતાભની આ ઇચ્છાને માન આપ્યું છે. તેણે ઉપરના યુઝરના પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, તેઓ આંખ, કિડની તેમજ હાર્ટ ચોક્કસ ડોનેટ કરી શકે એમ છે, તેમણે ેલોકોને એક સારો સંદેશો આપ્યો છે તેનું માન કરવું જોઇએ.

જોકે સોશિયલ મીડિયા પર હાલ અમિતાભ પ્રત્યે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.તેઓ બિગ બીનો ફેવરિટ શો કૌન બનેગા કરોડપતિનો બોયકોટ કરવાની લોકોને ભલામણ કરી રહ્યા છે. સુશાંતના ચાહકોને ગુસ્સો છે કે અમિતાભે  સુશાંત સિંહ રાજપૂત કેસ અને બોલીવૂડના ડ્રગ કનેકશન અંગે એક પણ હરફ ઉચાર્યો નથી તે માટે લોકો નારાજ છે. એટલું જ નહીં તેમની પત્ની જયા બચ્ચને પણ સમાજવાદી પાર્ટી તરફથી સંસદમાં બોલીવૂડમા ંડ્રગ્સ લેવાની ચર્ચા પ્રત્યે આક્રોશ ઠાલવ્યો છે.

જે થાળીમાં ખાવ છો તેમાં જ થુકો છો, તેવી ટીપ્પણી પણ જયાએ કરી હતી અને આ અંગે પણ અમિતાભની કોઇ પ્રતિક્રિયા આવી નહોતી. એક વાત એવી પણ છે કે અમિતાભ-જયાની પુત્રી અને દોહીત્રી ડ્રગ્સના આદિ હોવાથી બચ્ચન પરિવાર આ અંગે કોઇ હરફ ઉચ્ચારતો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.