સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરવાના કેસમાં 2 તબીબોની ધરપકડ, 3 માસની કેદ

તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા તથા ખાનગી હોસ્પિટલ ચલાવીને ગેરકાયદેસર કરવાના કેસમાં સંડોવાયેલા બે તબીબોને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ દોષી ઠેરવી 10 વર્ષની કેદ તથા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. ડી એસ.સીધા તથા ડો.વિઠ્ઠલ એફ. પટેલ બંને અલગ અલગ જગ્યાએ ખાનગી ધોરણે અનુક્રમે સોહમ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ તથા સ્મિત હોસ્પિટલ એન્ડ ફર્ટીલીટી સેન્ટર ચલાવતા હતા. જેમાં બંને તબીબો દ્વારા ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતા હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તા. 20-9-12ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે દરમિયાન સોહમ હોસ્પિટલના તબીબ ડોકટર વિઠ્ઠલ પટેલની ક્લિનિકમાં સોનોગ્રાફી કરીને દર્દીની વિગતો દર્શાવી હતી. જ્યારે ડોક્ટર સિંધાની સ્મિત હોસ્પિટલમાં હોવા છતાં સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તથા ગર્ભપાત કેન્દ્રો તરીકે જાહેરાત કરેલી અને તબીબોને ત્યાંથી સોનોગ્રાફી મશીન સીલ કરી પી.એન.ડી.ટી.એક્ટના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી.

આજ રોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા જિલ્લા આરોગ્ય વિભાગ તરફે દલીલો ને માન્ય રાખી અને તબીબોને ગુનામાં દોષિત ઠેરવી ત્રણ માસની કેદ તથા 10 હજાર દંડની સજા ફટકારતો હુકમ કોર્ટે કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.