ઉત્તર પ્રદેશનાં હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ગુનાઓને લઇને સરકારી આંકડાઓમાં જે માહિતી બહાર આવી છે, તે ચિંતાઓ વધારનારી છે, એનસીઆરબીનાં આંકડા બતાવે છે કે દેશમાં વર્ષ 2018ની તુલનામાં 2019માં મહિલાઓ વિરૂધ્ધ ગુનાઓમાં ખાસ્સો વધારો થયો છે.
વર્ષ 2019માં ભારતમાં દરરોજ સરેરાસ 87 બળાત્કારનાં કેસ નોંધાયા અને મહિલાઓ વિરૂધ્ધ ગુનાઓનાં 4 લાખ 5 હજાર 861 કેસ નોંધાયા છે, આ માહિતી એનસીઆરબી દ્વારા જારી કરાયેલા આંકડા દ્વારા બહાર આવી છે, આંકડાઓ અનુસાર વર્ષ 2018ની તુલનાઓમાં વર્ષ 2019માં મહિલાઓની વિરૂધ્ધ 7 ટકાથી વધુની વૃધ્ધી થઇ છે.
વર્ષ 2019માં પ્રતિ એક લાખની વસ્તી પર નોંધાયેલા મહિલાઓ વિરૂધ્ધનાં ગુનાઓનો દર 62.4 ટકા રહ્યો, વર્ષ 2018માં આ દર 58.8 ટકા રહ્યો હતો.
વર્ષ 2018માં મહિલાઓ વિરૂધ્ધનાં અપરાધનાં 3 લાખ 78 હજાર 236 કેસ નોંધાયા હતાં, ગૃહ મંત્રાલયે ફરી એક વખત સ્પષ્ટપણે કહ્યું કે પશ્ચિમ બંગાળે નવિનતમ ડેટા આપ્યો નથી, આ જ કારણ છે કે વર્ષ 2018નાં ડેટાનો ઉપયોગ રાષ્ટ્રિય અને શહેર દીઠ આંકડા પર પહોંચવા માટે કરાયો છે.
એનસીઆરબી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, તેનું કામ સમગ્ર દેશમાં ગુનાઓનો ડેટા એકત્રિત કરવાનો અને તેનું અભ્યાસ કરવાનો છે, એજન્સીએ 36 રાજ્યો અને 53 મહાનગરોનાં આંકડા એકત્રિત કર્યા બાદ 3 ભાગમાં તે રિપોર્ટ તૈયાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.