સુરતના કતારગામના ભાજપના કોર્પોરેટર સામે લાખો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ કરાયો છે. કોર્પોરેટર અનિલ ભોજ અને તેમના ભાઈ સામે પોલીસમાં અરજી કરાઈ છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, લક્ષ્મીપૂજન, ભાગ્યલક્ષ્મી યોજનાના નામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી આચરી હતી.
મહત્વની વાત એ છે કે આ યોજના 2017માં બંધ કરી દેવામાં આવી છે. જો કે તેમ છતાં લોકોને રૂપિયા ન ચૂકવાતા સમગ્ર મામલો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.