મોદી સરકાર ખેડૂતોને લોહીના આંસુએ રડાવે છે, ખેડૂતોની રક્ષા હવે કોણ કરશે ? : સોનિયા ગાંધી

કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકાર ખેડૂતોને લોહીના આંસુએ રડાવી રહી હતી. હવે ખેડૂતોનું રક્ષણ કોણ કરશે. આજે મહાત્મા ગાંધી જેવા નેતાઓ નથી જે ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરી શકે.

કૃષિ કાયદા અંગે ખેડૂતોએ કરેલી માગણીને સોનિયાજીએ વાજબી ઠરાવી હતી અને કહ્યું હતું કે સરકારે ખેડૂતોની માગણી સ્વીકારી લેવી જોઇએ. તેમણે કહ્યું કે ભારતનો આત્મા ગામડાંઓમાં, ખેતરોમાં અને ખેડૂતોમાં વસે છે એમ ગાંઘીજી કહેતા હતા.

ખેડૂતો અને ગરીબોના હમદર્દ ગાંધીજીની આજે જયંતી છે. જય જવાન જય કિસાનનું સૂત્ર આપનારા લાલ બહાદૂર શાસ્ત્રીજીની પણ આજે જયંતી છે. આજના દિવસે ખેડૂતો અને ખેતમજૂરો ત્રણ કાળા કાયદા સામે વિરોધ કરવા સડકો પર ઊતર્યા છે. પોતાનો ખૂન પસીનો રેડીને અનાજ ઊગાડનારા અન્નદાતા ખેડૂતોને મોદી સરકાર લોહીના આંસુએ રડાવી રહી હતી.

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપિતાની જયંતી પર વિડિયો સંદેશ દ્વારા આ વાત કરી હતી. તેમણે એવો પ્રશ્ન કર્યો હતો કે આજે ખેડૂતોનાં હિતોનું રક્ષણ કોણ કરશે એનો વિચાર મોદી સરકારે કર્યો છે કે ?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.