– ગુજરાતમાં વિરોધ કરવાનો સરકાર છિનવી રહી છે હક
રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ફી માફી અને કૃષિ બિલના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અમરેલી સીટી પોલીસ અટકાયત કરી હતી. જો કે આ સમયે પરેશ ધાનાણી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
નોંધપાત્ર છે કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણા શરૂ કર્યા હતા. અટકાયત થયા બાદ જામીન પર છૂટવાનો પણ ઇન્કાર કર્યો હતો. પરેશ ધાનાણીએ અટકાયત મુદ્દે સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ તરફ અમરેલીમાં કોંગી આગેવાનોની પણ ધરણા પર બેસે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.
પરેશ ધાનાણીએ અટકાયત મુદ્દે સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યા
ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. નોંધનીય છે કે આ ઝપાઝપીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો. સાથે સાથે કોંગી આગેવાનોની પણ પોલીસે અટકાયત કરતા પોલીસની ગાડીને રોકીને કોંગી કાર્યકરોએ વિરોધ કર્યો હતો… જો કે કોંગ્રેસે નેતા પરેશ ધાનાણીએ જામીન લેવાનો ઇનકાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.