રાજ્યની ગૃહણી માટે આગામી તહેવારની સીઝન દરમિયાન રાહતના સમાચાર મળી શકે છે. આગામી સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. મગફળીના સારા ઉત્પાદનને લઇને એક અંદાજ મુજબ ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.
- મગફળીના સારા ઉત્પાદનને લઈને અંદાજ
- મગફળીનું ગુજરાતમાં 32.15 લાખ ટન ઉત્પાદન
- સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા કરાયો સર્વે
સિંગતેલ થઇ શકે છે વધુ સસ્તું
ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. આગામી સમયમાં સિંગતેલ વધુ સસ્તું થશે. રાજ્યમાં થયેલા મગફળીના સારા ઉત્પાદનને એક અંદાજ મુજબ આગામી સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
ગત વર્ષ કરતાં મગફળીનું સારુ થયું ઉત્પાદન
રાજ્યમાં પડેલા સારા વરસાદને લઇને સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં મગફળીનું 26.8 લાખ ટન ઉત્પાદન અને સમગ્ર ગુજરાતમાં 32.15 લાખ ઉત્પાદન થયું છે. ગતવર્ષે મગફળીનું ઉત્પાદન 15.95 લાખ ટન જોવા મળ્યું હતું. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.
શું કામ ઘટશે સિંગતેલનો ભાવ?
સારા વરસાદના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સારુ જોવા મળી રહ્યું છે. ત્યારે મગફળીના સારા ઉત્પાદનને લઇ સિંગતેલ વધુ સસ્તું થશે તેવો અંદાજ છે. જો કે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વાર કરવામાં આવેલા સર્વેમાં મગફળીમાં ફૂગ લાગવા સિવાય કોઇ ક્ષતિ જોવા નથી મળી તેવો અહેવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.