નેપાળના સ્વાસ્થ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું હતું કે જો એક્ટિવ કેસની સંખ્યા 25 હજારને પાર થઈ જશે તો નેપાળ આટલા દર્દીઓને એક સાથે સારવાર આપી શકે તેમ નથી. આવી સિૃથતિમાં ફરીથી લોકડાઉન લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.
નેપાળના અગ્રણી અખબાર કાઠમંડુ પોસ્ટમાં સ્વાસ્થ્ય મંત્રીને ટાંકીને એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. અહેવાલમાં નેપાળના હેલૃથ મિનિસ્ટર કહ્યું હતું કે અત્યારે નેપાળમાં એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. કુલ કેસ 80 હજાર જેટલાં થયા છે. જો કેસ વધતા રહેશે તો નેપાળ આટલા બધા દર્દીઓને એક સાથે સારવાર આપી શકે તેમ નથી. એ સિૃથતિમાં ફરીથી લોકડાઉન કરવું એ એકમાત્ર ઉપાય રહેશે.
નેપાળ સરકારે ટેસ્ટની સંખ્યા વધારવાને બદલે ઘટાડી દીધી છે એ અંગે પણ અહેવાલમાં ટીકા કરવામાં આવી હતી. જો ટેસ્ટ થાય તો સંક્રમિત દર્દીઓથી વધારે લોકોને સંક્રમણ થતું રોકી શકાય, પરંતુ નેપાળની 40 સરકારી લેબમાં માત્ર સાત હજાર ટેસ્ટ જ છેલ્લાં દિવસોમાં થયા છે. તેની સામે ખાનગી હોસ્પિટલોમાં ટેસ્ટ વધારે થઈ રહ્યા છે.
નેપાળની આવકનો મોટો હિસ્સો ટૂરિઝમ પર આધારિત છે. અત્યારે કોરોનાના કારણે ટૂરિઝમ ક્ષેત્ર સાવ બંધ છે. એવી સિૃથતિમાં નેપાળના નાગરિકોની આિર્થક સિૃથતિ કથળતી જાય છે. બીજી વખત લોકડાઉન આવશે તો સિૃથતિ વધારે ગંભીર થશે એવી દહેશત નેપાળી મીડિયાએ વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.