અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા અપાઈ, હવે ઘરે કરાશે સારવાર

કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પરંતુ હજુ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નથી. આથી તેમની આગળની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે.

ટ્રમ્પને સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ સાડા 6 વાગ્યાની આસપાસ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઈટ હાઉસ શિફ્ટ કરાયા. ડૉક્ટરોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિનું ઓક્સિજન લેવલ સામાન્ય છે અને તેમને રેમડેસિવીરનો પાંચમો ડોઝ હવે વ્હાઈટ હાઉસમાં જ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.