શહેરી વિકાસ મંત્રાલયે સ્વિગી સાથે હાથ મિલાવ્યા, હવે સ્ટ્રીટ ફૂડની હોમ ડિલિવરી થશે

લોકડાઉનના સમયમાં લોકોને રસ્તા પર મળતી પાણીપુરી, ભેળ સહિતના સટ્રીટ ફૂડની બહુ યાદ આવી છે. દરેક શહેરને પોતાનું આગવું સ્ટ્રીટ ફૂડ હોય છે. જેના વિશે સાંભળીને જ લોકોને મોંમા પાણી આવે છે. ત્યારે હજુ પણ લોકો કોરોનાના કારણે બહાર જવાનું ટાળે છે, જેના કારણે તેઓ સ્ટ્રીટફૂડનો આનંદ નથા લઇ શકતા. ત્યારે આવા લોકો માટે હવે એક ખુશીના સમાચાર આવ્યા છે. બહુ જલ્દી દિલ્હી, અમદાવાદ, ચેન્નઇ, ઇંદૌર અને વારાણસી જેવા શહેરના લોકોને સ્ટ્રીટ ફૂડની હોમ ડિલિવરી મળી શકશે. તેઓ ઘરે બેઠા બેઠા પોતાના મનપંસદ સ્ટ્રીટ ફૂડનો ઓર્ડર કરી શકશે.

જેના માટે શહેરી વિકાસ મંત્રાલયે ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગી સાથે હાથ મિલાવ્યા છે. પહેલા તો આ પાંચેય મેટ્રો સિટીમાં પાયલટ પ્રોજક્ટ તરીકે આ યોજના શરુ કરાશે. જો તેમાં સફળતા મળી તો પછી દેશના અન્ય શહેરોમાં પણ તેને શરુ કરવામાં આવશે. આ પાંચેય શહેરોમાં 250 સ્ટ્રીટ ફૂડ વેચનાર લોકોને કંપની સાથે જોડવામાં આવશે.

મંત્રાલયના એક ધિકારીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી સ્ટ્રી વેન્ડર આત્મનિર્ભર યોજના અંતર્ગત આ પગલું લેવામાં આવશે. જેના કારણે સટ્રીટ ફૂડ વેચતા વ્યક્તિને ઓનલાઇન ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે. જેની સાથે તેનો વેપાર પણ વધશે. આ યોજનામાં એફએસએસએઆઇ, સ્વિગી, જીએસટી અને સ્થાનિક નગર નિગમનો સામેલ કરવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.