હજારો ભારતીય આઇટી પ્રોફેશનલોને અમેરિકી પ્રમુખનો વધુ એક આંચકો, એચ-1બી વિઝા પર પ્રતિબંધ

અમેરિકાના ટ્રમ્પ વહીવટી તંત્રે ચૂંટણી અગાઉ અમેરિકન કર્મચારીઆનું રક્ષણ કરવા માટે એચ-1બી વિઝા અંગે નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. ટ્રમ્પના આ નિર્ણયની અસર હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ પર પડશે.

3 નવેમ્બરે યોજાનાર અમેરિકન પ્રમુખની ચૂંટણી અગાઉ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(ડીએચએસ) દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી સ્પેશિયલ ઓક્યુપેશનની વ્યાખ્યા સંકુચિત થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા સિૃથત કંપનીઓ સ્પેશિયલ ઓક્યુપેશનની વ્યાખ્યા હેઠળ બહારના કર્મચારીઓ માટે એચ-1બી વિઝા માટે અરજી કરે છે. ટ્રમ્પ સરકારે આ ફેરફાર એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં હવે ચાર સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.

એચ-1બી વિઝા એક નોન ઇમિગ્રેશનલ વીઝા છે. જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને એક એવા વિશેષ વ્યવસાયમાં નિમણૂક કરવાની મંજૂરી આપે છે જેમાં સૈદ્ધાંતિક આૃથવા ટેકનિકલ નિપુણતાની આવશ્યકતા હોય છે.

ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી આ વિઝા પર હજારો કર્મચારીઓની નિમણૂક કરે છે. એચ-1બી વિઝાની જોગવાઇઓ કડક બનાવવાને કારણે અગાઉ જ અનેક ભારતીયો મોટા પ્રમાણમાં નોકરી ગુમાવી ચૂક્યા છે અને કોરોના મહામારીને કારણે વતન પરત ફરી રહ્યાં છે.

મંત્રાલય અનુસાર નવા નિયમોનો અમલ 60 દિવસમાં કરવામાં આવશે.  ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અને ડિપાર્ટમન્ટ ઓફ લેબરના અિધકારીઓના જણાવ્યા અનુસાર કોને વિઝા આપવામાં આવશે અને તેમનો કેટલોે પગાર મળવો જોઇએ તે અંગેના નવા નિયમો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જૂન મહિનામાં ટ્રમ્પ વહીવટી તંત્રે અમેરિકન કર્મચારીઓનું રક્ષણ કરવા માટે 2020 અંત સુધી એચ-1બી સહિતના ફોરેન વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દરમિયાન નાસકોમે ટ્રમ્પ વહીવટી તંત્રના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે નવા નિયમોથી અમેરિકન કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓની નિમણૂક કરવી વધુ મુશ્કેલ બનશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.