રાજ્ય સરકારે તહેવારોને પગલે જાહેર કરી ગાઈડલાઈન, જાણો… શુ છે નવરાત્રિ માટે ખાસ

કોરોના કાળમાં હવે તહેવારોની સીઝન નજીક છે ત્યારે સૌ કોઇ તે જાણવા આતુર છે કે આખરે આ મહામારીના સમયમાં તહેવારોની ઉજવણીને લઇને સરકાર શું નિર્ણય કરે છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

નવરાત્રીમાં ગરબાના આયોજનને લઇને પણ અત્યાર સુધી એવી વાતો થઇ રહી હતી કે 200 લોકોની લિમિટ સાથે ગરબાનું આયોજન થઇ શકે છે ત્યાં હવે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબાના આયોજનને મંજૂરી આપવામાં નથી આવી. જો કે સરકારે પૂજા આરતી માટે એક કલાકનો સમય આપ્યો છે. મૂર્તિ પ્રતિષ્ઠા કરીને પૂજા અર્ચના કરી શકાશે.

મૂર્તિ પ્રતિષ્ઠા કરીને પૂજા અર્ચના કરી શકાશે

ગુજરાત સરકારે નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ આપી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. સરકારની આ નવી ગાઇડલાઇન મુજબ નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ જાહેર ગરબાનું આયોજન કરી શકાશે નહી. જોકે સરકારે માતાજીની માંડવીના સ્થાપન પર છૂટછાટ આપી છે. સાથે જ જણાવ્યું છે કે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.

રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે

– આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે

– 200થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે

– નોંધનીય છે કે આ તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. નોંધનીય છે કે તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.

– સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે

– થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે

– હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે

– સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે

ત્યારે બીજી તરફ ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે

– લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે

– મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

– દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે

– મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

– આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે

– મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે

– આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

– તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે.

દેશમાં કોરોનાકાળ વચ્ચે આ વર્ષે નવરાત્રિનું આયોજન એ અતિ જોખમી હોવાથી રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. તબીબોથી લઈને અનેક નિષ્ણાતોએ આ સમયે નવરાત્રિ ન યોજવી જોઈએ તેવા સરકારને અભિપ્રાય આપ્યા હતા.

કોરોના કાળમાં ગરબા યોજાયા હોત તો કોરોના સંક્રમણ વધવાનો ભય હતો. જોકે, સરકારે જ્યાં ચૂંટણીઓ છે ત્યાં ગાઈડલાઈનમાં ફેરફાર કરીને રાજકીય રેલીઓને મંજૂરી આપી હોવાથી આ મામલે વિવાદ આગળ વધે તેવી સંભાવના છે. સરકારે નવરાત્રિમાં ગરબાને પરમીશન આપી નથી પણ ચૂંટણીઓને રેલીને પરમીશન આપી છે. નવરાત્રિથી લઇને છેક બેસતા વર્ષ સુધીની ગાઈડલાઈન જાહેર થઈ છે.

નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે. નવરાત્રિમાં લોકો ઉત્સાહથી જોડાતા હોય છે. હવે આ વર્ષે કોરોનાકાળમાં નવરાત્રિના ગરબા નહીં યોજાય એ હવે ફાઈનલ થઈ ગયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.