લદ્દાખના ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ બાદ બંને દેશ વચ્ચે તણાવ ચાલી રહ્યાં છે. ત્યારે લદ્દાખમાં પોતાનું ધાર્યું નહીં કરી શકેલા ચીને હવે નવી ચાલ ચાલી હોવાની માહિતી ગુપ્તચર ખાતાને મળી હતી. પાકિસ્તાનના કબજા હેઠળના લાસાન્ના ઢોક વિસ્તારમાં ચીન પોતાના દોસ્ત પાકિસ્તાનને એક મિસાઇલ ગોઠવવામાં સહાય કરી રહ્યું હતું. જમીન પરથી હવામાં પ્રહાર કરી શકે એવી છે આ મિસાઇલ.
લાસાન્ના ઢોક પાસે પાકિસ્તાન કરી રહ્યું છે બાંધકામ
આ મિસાઇલ તહેનાત કરવા પાકિસ્તાન લાસાન્ના ઢોક પાસે બાંધકામ કરી રહ્યું છે અને આ કાર્યમાં એને ચીની સંપૂર્ણ સહાય ઉપલબ્ધ થઇ હોવાની જાણકારી ભારતીય ગુપ્તચર ખાતાને મળી હતી. લાસાન્ના ઢોક પર પાકિસ્તાની લશ્કરના સવાસોથી દોઢસો જવાનો અને થોડાક મજૂરો સતત બાંધકામમાં વ્યસ્ત હતા. આ મિસાઇલનો કન્ટ્રોલ રૂમ બાગ જિલ્લામાં છે. પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરના જેલમ જિલ્લાના ચિનારી અને હટિયન બાલા જિલ્લાના ચકોટી વિસ્તારમાં પણ આ પ્રકારના બાંધકામની માહિતી અગાઉ મળી હતી. બંને સ્થળે પાકિસ્તાની લશ્કરના અધિકારીઓ અને શ્રમિકો હોવાનું જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.