હવે ગમે તે સમયે મોકલી શકાશે મોટી રકમ, 24 કલાક ચાલું રહેશે RTGS સુવિધા

ભારતીય રિઝર્વ બેન્કે (RBI) શુક્રવારે કહ્યું કે મોટી રકમ મોકલવા માટે ભારતમાં RTGS ની સુવિધા આગામી ડિસેમ્બરથી ચોવીસ કલાક શરૂ કરવામાં આવી છે, આનાથી ભારતીય નાણા બજારને વૈશ્વિક બજારો સાથે એકિકૃત થવામાં મદદ મળશે.

RBIની નાણા નિતી સમિતીની ત્રણ દિવસ સુંધી ચાલનારી બેઠકનાં પ્રથમ દિવસે જારી કરાયેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ભારત વૈશ્વિક સ્તર પર એવા કેટલાક જુજ દેશોમાં સામેલ થઇ ગયો છે જ્યાં આખું વર્ષ મોટી રકમનું ચુકવણું RTGS સિસ્ટમ દ્વારા થશે, આ સુવિધા ડિસેમ્બર 2020થી અમલી બનશે.

RBIએ આ પહેલા ડિસેમ્બર 2019માં NEFT સિસ્ટમને પણ દરરોજ 24 કલાકમાં ખુલ્લી મુકી હતી, રિપોર્ટમાં જણાવ્યા અનુસાર NEFT તે સમયથી 24 કલાક ચાલી રહી છે, RTGS હાલ માત્ર બેંકોનાં તમામ ચાલું દિવસોમાં સવારે 7 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યાં સુધી ખુલ્લી રહે છે.

RBIએ કહ્યું કે RTGS સર્વિસ 24 કલાક ચાલું રહેવાથી ભારતીય નાણા બજારને વૈશ્વિક બજાર સાથે સમન્વિત કરવાનાં પ્રયાસો તથા ભારતમાં આંતરરાષ્ટ્રિય નાણા  કેન્દ્રોનાં વિકાસમાં મદદ મળશે, તેનાથી ભારતીય  કંપનીઓ અને સંસ્થાઓને ચુકવણીમાં સરળતા રહેશે.

RBIએ જુલાઇ 2019થી  NEFT અને RTGS દ્વારા કરાયેલા મની ટ્રાન્ઝેક્સન પર લેવાનું બંધ કરી દીધું છે. દેશમાં ડિઝિટલ લેવડ-દેવડ માટે આ પગલું લેવામાં આવ્યું છે, RTGS દ્વારા મોટી રકમ તાત્કાલિક ટ્રાન્સફર થઇ શકે છે, જ્યારે NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુંધીની રકમ મોકવા માટે કરવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.