એક તરફ કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાને મોટો ફટકો લાગ્યો છે. તો બીજી તરફ જ્યાંથી કોરોના વાયરસની ઉત્પતિ થઇ છે તે ચીનમાં હવે જીવન સામાન્ય થઇ ગયું છે. એક તરફ દુનિયાની કંપનો ખોટ કરી રહી છે, તો ચીની કંપનીઓ નફો કરી રહી છે. એક ચીની કંપનીને મોટા પાયે ફાયદો થવાના કારણે તેણ પોતાના કર્મચારીઓને બોનસ આપ્યું છે. કંપને પોતાના 4116 કર્મચારીઓને બોનસમાં કાર આપી છે.
આ કંપનીનું નામ છે જિયાંગ્સી વેસ્ટ ડિયાજુ આયર્ન એન્ડ સ્ટીલ કોર્પોરેશન છે. આ કંપનીએ બોનસમાં માત્ર કાર જ નહીં પણ તેની સાથએ જોડાયેલ ઇન્સ્યોરેન્સ, ટેક્સ વગેરેનો ખર્ચ પણ આપ્યો છે. કંપની આવનારા પાંચ વર્ષ સુધી ઓટો ઇન્સ્યોરેન્સ, વ્હીકલ ટેક્સ અને નંબર પ્લેટ ચાર્જ પણ કર્મચારીઓને આપશે. કંપનીના અધિકારીઓ જણાવ્યું કે તેમણે કર્મચારીઓનો આભાર માનવા માટે આ બોનસ આપ્યું છે. બોનસ આપવા માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. કંપનીએ પાંચ વર્ષમાં ઘણો નફો કર્યો છે, જે કર્મચારીઓની મહેનતા પરિણામે શક્ય બન્યું છે.
જે 4116 કાર આપવામાં આવી છે, તેમાં 2933 જિયાંગ્લિંગ ફોર્ડ ટેરિટરી અને 1183 વોક્સ મૈગ્નેટ કાર છે. આ તમામ કારની કિંમત 540 કરોડની છે. કંપનીના આ નિર્ણયની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.