આરે મેટ્રો કારશેડ પ્રદર્શનકારીઓ પર થયેલા તમામ કેસ પરત ખેંચાશે, ઉદ્ધવ ઠાકરેનું એલાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે મેટ્રો કારશેડ વિરુદ્ધ પ્રદર્શન કરનારા દરેક લોકો પર થયેલા કેસ પર ખેંચવાનું એલાન કર્યું છે. આ સાથે જ મુખ્યમંત્રીએ 800 એકર જમીનને વનભૂમિ જાહેર કરી છે. CMએ કહ્યું કે, અમે શિવસેના તરીકે આ પહેલાં પણ આ કારશેડનો વિરોધ કર્યો હતો. હવે મેટ્રો કારશેડ કંજૂમાર્ગ પર શિફ્ટ કરવામાં આવશે. આરેમાં કોઈ કારશેડ નહી બને. કંડૂમાર્ગ સરકારી જમીન છે તેથી ત્યાં કારશેડ ટ્રાંસફર કરવાથી કોઈ વધારાનો ખર્ચ નહી લાગે.

તેમણે કહ્યું કે, અમે સરકારી તિજોરીનો એક પણ રૂપિયો બર્બાદ થવા દઈશું નહી. તેઓ આદિત્ય ઠાકરે, અજિત પવાર, બાલાસાહેબ થોરાટ, એકનાથ શિંદે, સુનિલ કેદાર અને મેટ્રોના અધિકારીઓને તેના માટે ધન્યવાદ આપીએ છીએ. તેમણે કહ્યું કે, હવે કારશેરને લઈને દરેક પ્રકારની અનિશ્ચિતતાઓ પૂર્ણ થઈ ગઈ છે.

ખેડુતોના મદ્દે ઠાકરેએ કહ્યું કે, તેમની સરકારે શરૂઆતમાં 29.5 લાખ ખેડુતોનું દેવું માફ કર્યું છે. જ્યારે કૃષિ બીલ પર તેમણે જણાવ્યું કે, હજુ પણ તે લોકો કૃષિ બીલ પર મંથન કરી રહ્યાં છે. જો આ બીલ ખેડુતો માટે ફાયદાકારક નહી હોય તો અમે તેનો સ્વિકાર નહી કરીએ પરંતુ તે સારુ હશે તો અમે તેનો સ્વિકાર કરીશું. આ વિશે અમે કૃષિ સંગઠનો અને તજજ્ઞો સાથે વાત કરી રહ્યાં છીએ અને તે વિશે પછી વાત કરીશું.

કોરોના વાઈરસ સંક્રમણ અને લોકડાઉન બાદથી બંધ પડેલા જિમ વિશે તેમણે જણાવ્યું કે, તેઓ જિમ માલિકો સાથે વાત કરી રહ્યાં છે કે કેવી રીતે જીમને શરૂ કરવામાં આવે? તેમણે કહ્યું કે આ કોરોનાથી સર્જાયેલી પરિસ્થિતિ સાથે જોડાયેલો મામલો છે. તેથી તેના પર ગંભીરતાથી વિચારવું પડશે. વિદેશોમાં કેટલીક જગ્યાએ ફરીથી લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. કાશ અહીં એવું થાય નહી, હું હવે એવું નથી કરવા માંગતો.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, એ લોકોએ વિચારવુ પડશે કે તેમને લોકડાઉન જોઈતું છે કે માસ્ક, અમે ફરીવાર લોકડાઉન લાગૂ કરવા માંગતા નથી. મને ખબર છે તમે દરેક લોક અમારી પર ભરોસો કરો છો. દરેક ધર્મોએ અમારા નિર્ણયનો સ્વિકાર કર્યો અને તે માટે અમે ધાર્મિક સ્થળો પર ખુબ ધીમી ગતિએ આગળ વધી રહ્યાં છીએ. તેમણે લોકોને અપીલ કરી કે લોકો લાપરવાહ બને નહી અને સંક્રમણને હળવાશથી ના લે, દરેક લોકોએ માસ્ક પહેરવાની જરૂર છે. તેમણે કહ્યું કે દરેક સતર્ક અને સાવધાન રહો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.