રેલવેનો નવો પ્લાન – મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાંથી સ્લીપર કોચ દૂર કરાશે, માત્ર એસા કોચ રહેશે

ભારતીય રેલવે રેલ નેટવર્કને અપગ્રેડ કરવાની યોજના બનવી રહી છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાંથી સ્લીપર કોચને સંપૂર્ણ પણે દૂર કરવામાં આવશે. એટલે કે હવે આ ટ્રેનોમાં હવે એસી કોચ જ વધશે. આ પ્રકારની ટ્રેનોની સ્પીડ 130/160 કિમી પ્રતિ કલાકની હશે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો 130 કિમી કે તેનાથી વધારે સ્પીડ ઉપર ચાલે તો નોન એસી ડબ્બાઓના કારણે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. માટે આ પ્રકારની તમામ ટ્રેનોમાંથઈ એસી કોચને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં વર્તમાન સમયે 83 એસી કોચ રાખવાનો પ્રસ્તાવ છે. આ વર્ષના અંત સુધીમાં ડબ્બાની સંખ્યા વધારીને 100 કરી દેવામાં આવશે. તો આનતા વર્ષે ડબ્બાની સંખ્યા 200 કરવાની યોજના છે. એટલે કે આવનારા સમયમાં રેલવેમાં યાત્રા કરવી વધારે ઝડપી અને આરામદાયક બનશે. સારી વાત તો એ છે કે સામાન્ય એસી કોચની સરખામણીએ ભાડુ પણ સસ્તુ રાખવામાં આવશે.

જો કે આનો અર્થ એવો પણ નથી કે હવે ટ્રેનમાં નોન એસી કોચ હશે જ નહીં. હકીકતમાં નોન એસી ડબ્બા વાળી ટ્રેનની સ્પીડ એસી ડબ્બા વાળઈ ટ્રેનોની સરખામણીએ ઓછી હશે. એસી ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલશે. આ તમામ કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.