નબળાઇ અને થાકથી છો પરેશાન? જાણો ક્યાંક શરીરમાં વિટામિન B12ની ઊણપ તો નથી ને?

કોરોના વાયરસની મહામારીના વર્તમન સમયમાં કેટલાય લોકોને ઓછી રોગપ્રતિકારક ક્ષમતાને કારણે થાકનો અનુભવ થયા કરે છે. મોટાભાગના કેસમાં ઊંઘ, શારીરિક પ્રવૃત્તિઓ, આહાર અને તણાવના કારણે પણ આમ થતું હોય છે. થાક સ્વાસ્થ્યની સ્થિતિ અથવા કોઇ પ્રકારના રોગના સંકેત પણ હોઇ શકે છે. વિટામિન B12ની ઉણપનું મુખ્ય લક્ષણ પણ થાકને માનવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે તમારામાં વિટામિન B12ની ઊણપ છે. જાણો, B12ની ઉણપ સંબંધિત કેટલાક લક્ષણો વિશે, જેનાથી તમને તેના વિશે સમજવામાં સરળતા રહેશે. જો કે કેટલાક લક્ષણ એવા છે જે જણાતાં વધુ સમય લાગી શકે છે પરંતુ મુખ્ય અને સામાન્ય લક્ષણો વિશે તમે સરળતાથી વિટામિન બી12ની ખામી વિશે જાણી શકો છો.

1. તમને નબળાઇનો અનુભવ થઇ શકે છે અથવા મોટાભાગના સમયમાં થાક જ રહે છે.

2. ચાલતી વખતે તમને વધારે મુશ્કેલી થઇ શકે છે અને થોડુક ચાલ્યા બાદ જ થાક લાગવા માંડે છે.

3. તમને જોવામાં સમસ્યા થઇ શકે છે અથવા દ્રષ્ટિ દોષ પણ થઇ શકે છે, જેનાથી દૂર અથવા નજીકથી જોવામાં મુશ્કેલી થાય છે.

4. સૂઇ ન શકવું પણ બી12ની ખામી હોવાના સંકેત હોઇ શકે છે.

5. સાધારણ વજનની સરખામણીમાં તમારા શરીરમાં અત્યાધિક વજન પ્રાપ્ત કરી શકો છો.

6. મોટાભાગે નિયમિત અંતરાલ પર મોંઢામાં છાલાની સમસ્યા થઇ શકે છે.

7. શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ લેવામાં સતત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

8. ત્વચા શુષ્ક બની શકે છે અથવા તેનો રંગ બદલાઇ શકે છે.

9. દરેક સમય કબજીયાત અથવા દસ્ત ઉપરાંત ગેસની સમસ્યા પણ હોઇ શકે છે.

10. જમવાની ઇચ્છા ન હોવી અથવા ઓછી ભૂખ લાગવાની સમસ્યા પણ થઇ શકે છે.

11. માંસપેશિઓમાં નબળાઇ અથવા શરીરમાં દુખાવાનો અનુભવ થઇ શકે છે.

12. માનસિક સમસ્યા, ડિપ્રેશન, યાદશક્તિમાં નબળાઇ અથવા મૂડમાં ફેરફર આવી શકે છે.

B12ની ઊણપ ધરાવતી વ્યક્તિ આખા શરીરમાં ઑક્સિજનનું પરિભ્રમણ કરવા માટે પર્યાપ્ત લાલ લોહીની કોશિકાઓનું ઉત્પાદન કરવામાં સક્ષમ બની શકશે નહીં. જો તમે પ્રાણીઓમાંથી બનતી વસ્તુઓ જેવી કે માંસ, દૂધ, ચીઝ, ઈંડાં વગેરે નથી ખાતા, તો તમારે વિટામિન બી12નું સેવન કરવું જોઇએ. જો તમારા ભોજનમાં વિટામિન બી12ની ખામી સર્જાય છે તો ડોક્ટરની સલાહ અનુસાર તેની દવા કરાવી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.