International Day of the Girl Child 2020 : જાણો, શું છે આ દિવસનું મહત્ત્વ?.

ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ દર વર્ષે 11 ઑક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. વર્ષ 2012માં તેની શરૂઆત થઇ. આ દિવસને પ્રોત્સાહન આપવા અને લોકોને તેના પ્રત્યે જાગરૂત કરવા માટે આ દિવસે વિશ્વભરના દેશોમાં વિભિન્ન પ્રકારના આયોજન પણ કરવામાં આવે છે. એવામાં આ આયોજન મારફતે છોકરીઓનું શિક્ષણ, તેમના કાયદાકીય અધિકાર, પોષણ વગેરે પ્રત્યે લોકોને જાગરૂત કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ મનાવવા પાછળનો હેતુ

આ દિવસ મનાવવા પાછળનો હેતુ છે છોકરીઓને તેમના અધિકાર પ્રત્યે જાગરૂક કરવાનો. જેથી તેમની સામે આવનાર પડકારોનો તે સામનો કરી શકે. આ સાથે જ વિશ્વભરમાં છોકરીઓ પ્રત્યેની લિંગ અસમાનતાઓને ખતમ કરવા વિશે જાગરૂકતા ફેલાવવાનો પણ ઉદ્દેશ્ય છે. આ દિવસને મનાવવા પાછળ એક કારણ એ પણ છે કે સમાજમાં જાગરૂકતા લાવીને છોકરીઓને સમાન અધિકાર અપાવી શકાય.

કેવી રીતે થઇ તેની શરૂઆત?

બાળકી દિવસ મનાવવાની શરૂઆત એક બિન સરકારી સંગઠન ‘પ્લાન ઇન્ટરનેશનલ’ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. આ સંગઠન દ્વારા ‘કેમ કે હું એક છોકરી છું’ નામનું એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ વધારવાના હેતુથી કેનેડા સરકારે સામાન્ય સભામાં આ અંગે એક પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રે 19 ડિસેમ્બર, 2011ના રોજ પ્રસ્તાવને પસાર કર્યો અને તેના માટે 11 ઑક્ટોબરનો દિવસ નક્કી કરવામાં આવ્યો. અને ત્યારે પ્રથમ આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ મનાવવામાં આવ્યો.

આ છે આ વર્ષની થીમ

પ્રથમ આંતરરાષ્ટ્રીય બાળકી દિવસની થીમ હતી, ‘બાળ લગ્ન નાબૂદી’. આ વર્ષે આંતરરાષ્ટ્રી બાળકી દિવસની થીમ છે, ‘અમારો અવાજ અને અમારું સમાન ભવિષ્ય’. તેનો હેતુ સમાજમાં સંદેશો મોકલાવાનો છે કે કેવી રીતે નાની બાળકીઓ આજે સમગ્ર વિશ્વને એક માર્ગ દર્શાવવા તરફ પ્રયાસ કરી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.