ખીલ દૂર કરવા માટે અજમાવો દાડમનો ફેસ માસ્ક

– દાડમમાં રહેલા પોષક તત્ત્વ આપણા શરીર તેમજ ત્વચા એમ બંને માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

ફળો પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે જે આપણા શરીર અને ત્વચા બંને માટે જ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ન માત્ર આહારમાં પરંતુ સૌંદર્ય ઘટક તરીકે પણ લાભદાયી છે. તેમાં રહેલ એન્ટીઑક્સિડેન્ટ એક ઉત્કૃષ્ટ આધાર બને છે, જો પિમ્પલ તમારી ત્વચા માટે એક સમસ્યા છે તો જાણો,  દાડમની સાથે કેટલીન અન્ય વસ્તુઓથી બનતા ફેસ માસ્ક વિશે, જે તમારી ત્વચાને નિખારવામાં મદદરૂપ સાબિત થશે.

દાડમ અને ચાનો ફેસ માસ્ક

તમે જાણો છો કે દાડમમાં એન્ટી-ઑક્સિડેન્ટ હોય છે, બીજો સ્ત્રોત, ગ્રીન ટી પણ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોની સાથે એક એન્ટી-ઑક્સિડેન્ટ છે, જે લાલાશ, બળતરા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. તેમાં પૉલીફેનોલ્સ પણ હોય છે, જે ઇન્ફેક્શન સામે લડી શકે છે અને બેક્ટેરિયાને વિકસતા અટકાવે છે. ગ્રીન ટીમાં વિટામિન B2 અને વિટામિન E પણ હોય છે, જે ખીલ થયા બાદ સ્કિનને હેલ્ધી અને સાફ-સુથરુ બનાવવામાં મદદ કરે છે.

સામગ્રી :-

1 મોટી ચમચી ગ્રીન ટી પાઉડર

1 મોટી ચમચી દાડમ પાઉડર

1 મોટી ચમચી મધ

1 મોટી ચમચી દહીં

કેવી રીતે લગાવશો?

– તમામ વસ્તુઓને મિક્સ કરો અને ચહેરા અને ડોક પર લગાઓ.

– તેને સુકાવા સુધી રહેવા દો અને ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઇ નાંખો.

– અઠવાડિયામાં બે વાર લગાઓ.

હલ્દી માસ્ક :-

હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-સેપ્ટિક ગુણ હોય છે

સામગ્રી :-

એપલ વિનેગર

1 મોટી ચમચી ઑર્ગેનિક મધ

અડધી નાની ચમચી હળદર પાઉડર

1 ચમચી દૂધ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.