કૉલેજમાં વિદ્યાર્થીઓ પાસે લેવાતી ટ્યૂશન ફી સિવાયની તમામ ફી માફ કરવાની સાથે જ અન્ય ફીમાં રાહત આપવાની માગ સાથે એબીવિપી દ્વારા આજે કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કોરોનાની પરિસ્થિતિમાં કૉલેજના સંચાલકો તેમજ યુનિવર્સિટી કોલેજ પ્રશાસન દરેક વિદ્યાથીઓ પાસે વિદ્યાથીઓ ફી માફી રહ્યા હોવાથી આજે એબીવિપી દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે હાલમાં વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આ વિકટ પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. યુનિવર્સિટીમાં ચાલતા દરેક કોર્ષમાં અને યુનિવર્સિટી સંકલિત દરેક કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી ફકત ટયૂશન ફી ની માંગ કરવી જોઈએ.
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં ચાલતા બધા સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામમાં 25 થી 30 ટકાની રાહત આપવામાં આવે. એ.ટી.કે.ટી. ની પરીક્ષાના ફોર્મ માટે જે લેટ ફી ના 2000 રૂપિયા વસૂલવામાં આવે છે તેને નાબૂદ કરવામાં આવે.
ઉપરોક્ત વિષયના ઉકેલ માટે યુનિવર્સિટીને ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. જો ત્રણ દિવસમાં આનો ઉકેલ ન આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.